Back

સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ જાહેર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના કાળના તમામ તૈયારીઓ સાથે મહાનગરપાલિકાઓની 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. 5 માર્ચે જિલ્લા અને તાલુક પંચાયતના પરિણામો થશે જાહેર. 21 ફેબ્રુઆરીએ મહાનગર પાલિકા ચૂંટણીઓ યોજાશે. 28 ફેબ્રુઆરી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાશે.અહીં બે તબક્કામાં યોજાશે ચૂંટણી. 6 મનપા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતમાં ચૂંટણીઓ યોજાશે.

ચૂંટણી પંચ દ્વારા બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આયોજિત થાય તેવી અગાઉથી સંભાવના હતી. પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી અને બીજા તબક્કામાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે. બે તબક્કામાં યોજાનાર આ ચૂંટણીની મતગણતરી એક સાથે કરવામાં આવશે. 91 હજાર 700થી વધુ ઈવીએમનો ઉપયોગ થશે.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..