Back

જામનગર પાસે શેખપાટ નવી ૮ GIDC ની જાહેરાત કરતા મુખ્યમંત્રી

જામનગર પાસે શેખપાટ નવી ૮ GIDC ની જાહેરાત કરતા મુખ્યમંત્રી


મોરબી દહેજ સહિતના નગરોનો પણ સમાવેશ



જામનગર

રિપોર્ટર  નયના દવે



ગુજરાતમાં આઠ જિલ્લામાં ૯૮૭ હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો – GIDC સ્થાપવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે

 આ ૮  ઔદ્યોગીક વસાહતોમાં મોરબી ખાતે આશરે ૫૦૦ હેક્ટર વિસ્તારમાં બનનાર નવિન વસાહત તમામ અદ્યતન માળખાકીય તેમજ આનુસાંગિક સુવિધાઓથી સુસજ્જ એક મોડલ એસ્ટેટ બનશે .

દહેજ , સાયખા , અંક્લેશ્વર , હાલોલ , સાણંદ , વાપી અને લોધિકાની હયાત વસાહતોને પણ તમામ મૂળભુત અને હાઈટેક સુવિધાઓ સાથે વિકસાવી મોડલ એસ્ટેટ બનાવાશે .  રાજ્યની હયાત ૯ ઔદ્યોગિક વસાહતોમાં મલ્ટીસ્ટોરી શેટ્સ – બહુમાળી શેડ બનાવવામાં આવશે .


રાજ્યના પાંચ જિલ્લા વલસાડ , સુરત , ભરૂચ , વડોદરા અને અમદાવાદમાં ૩૬૦ નવા બહુમાળી શેડ નિર્માણ પામશે . નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી જલોત્રા – બનાસકાંઠાનો માર્બલ કટીંગ / પોલીશીંગ ઉદ્યોગ . શેખપાટ – જામનગરનો બ્રાસ ઉદ્યોગ , મોરબીના સિરામિક ઉદ્યોગ . કડજોદરા ગાંધીનગરનો ફૂડ – એગો ઉદ્યોગ , પાટણનો ઓટો ઍસિલરી ઉદ્યોગ . નાગલપર રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઉદ્યોગ . • આણંદ અને મહીસાગરના ઇજનેરી ઉદ્યોગોને લાભ થશે . • આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી એમ.એસ.એમ.ઇ. સેક્ટરને ૫૦૦ થી ૨૦૦૦ ચોરસ મીટરના રપ ૭૦ પ્લોટ અને મોટા ઉદ્યોગોને ૧૦ હજારથી ૫૦ હજાર ચોરસ મીટરના ૩૩૭ પ્લોટ ઉપલબ્ધ થશે . • નવી GIDC ના નિર્માણથી ૨૦,૦૦૦ થી વધુ નવી રોજગારી ઉપલબ્ધ થશે .

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..