Back

નસવાડી તાલુકા માંથી ઓનલાઈન કરાયેલી 32 કૃતિઓ માંથી શ્રેષ્ઠ 5 કૃતિઓ રમકડાં મેળામાં પસંદ પામી.

નસવાડી તાલુકા માંથી ઓનલાઈન કરાયેલી 32 કૃતિઓ માંથી શ્રેષ્ઠ 5 કૃતિઓ રમકડાં મેળામાં પસંદ પામી.


જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા દ્વારા ઓનલાઇન રમકડાં મેળાનું આયોજન તા :- 18-01-2021 નારોજ કરવવામાં આવેલ હતું.  રમકડાં મેળા માં કુલ પાંચ વિભાગોમાં  અલગ-અલગ કેટેગરી તેમજ અલગ-અલગ વિષયો પર કુલ 32 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. રમકડાં મેળાના આયોજન થી બાળકો અને શિક્ષકો રમત દ્વારા શિક્ષણમાં રસ અને રુચી કેળવે તેમજ બાળકો રમત સાથે જ્ઞાન પ્રાપ્ત કરે. દેશી રમતો દ્વારા બાળકોમાં શારીરિક તંદુરસ્તી નું પણ નિર્માણ થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવેલ હતું. જેમાથી નસવાડી  તાલુકા માથી શ્રેષ્ઠ કૃતી હવે આગામી તા:- 27-01-2021 અને તા:- 28-01-2021 ના રોજ જિલ્લા કક્ષાએ રજૂ કરશે. જે પાંચ શાળાઓની કૃતિઓ પસંદ પામી છે, તે આ મુજબ છે. વિભાગ  – 1 માં ચોસલપુરા પ્રાથમિક શાળા ના ગોસાઇ કિંજલબેન ડી. એ ભૌતિક રમકડાં માં “વિવિધ  પ્રકારના  પાપેટ”, વિભાગ - 2 માં પાટડીયા પ્રાથમિક શાળા ના ચૌધરી સેજલબેન ભગવાનભાઇ એ ક્રિયાશીલ અને ગતીશીલ રમકડામાં “ગાણીતીક સાપસીડી”,  વિભાગ – 3 માં કુમાર શાળા, નસવાડી ના પટેલ અનિલભાઈ અમૃતભાઇ એ ‘પ્રવતમાન  દેશી રમકડાં”, વિભાગ -4 માં સરકારી હાયસ્કૂલ, આમરોલી ના પટેલ વૈભવભાઈ મુકુંદભાઈ એ “તમારી જાતે કરી જુઓ’, વિભાગ - 5 માં ભીલ ચ્ંદ્રાબેન ચુનીલાલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ( વી.પ્રવાહ ) ના પટેલ નેહાબેન નિરજનભાઇ એ “ભૌતિક રમકડાં” રજૂ કર્યા હતા. 


મેલ ફોટો લાઇન..ચૌધરી સેજલબેન ગણિત ની  પાયા ની ચાર ક્રિયાઓ બાળકો ને સમજાવતા ની તસવીર