Back

ટંકારાના છતર ગામે ભાયુ ભાગની જમીન મામલે દંપતી ઉપર ચાર શખ્સો સામે હુમલો કર્યો

ટંકારાના છતર ગામે ભાયું ભાગની જમીનની ભાગ લઈ લેવા માટે દંપતી ઉપર ચાર શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાની ટંકારા પોલીસ મથકે ફરિયાદો નોંધાઈ છે.

ટંકારા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ ટંકારાના છતર ગામે રહેતા ભલજીભાઈ વાલાભાઈ પરમાર (ઉ.વ.૬૦)એ તેમના જ ગામમાં રહેતા નટુભાઈ વાલાભાઈ પરમાર, ભુપતભાઈ મનજીભાઈ પરમાર, વજુભાઈ મનજીભાઈ પરમાર, હેમંતભાઈ મનજીભાઈ પરમાર (રહે. તમામ છતર તા.ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૨ ના રોજ છતર ગામે ફરિયાદી તથા આરોપીઓની ભાયું ભાગની જમીન આવેલી છે. આ જમીન આરોપીઓને જોઈતી હોય પણ ભાગમાં આવતા પૈસા આપવા ન હોય જેનો ખાર રાખી આરોપીઓએ પાઇપ લાકડી જેવા હથિયારો લઈ આવી ફરિયાદી અને તેના પત્ની સાથે ઝઘડો કરી ગાળો આપી ગાલ પર તમાચા મારી ઢીકાપાટુનો માર મારી તેમજ ફરિયાદીના પત્ની પર લોખંડના પાઈપથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ટંકારા પોલીસે વૃદ્ધની ફરિયાદ પરથી ચારેય આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..