Back

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - વાંકાનેર દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ -  વાંકાનેર દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી


ભારતીય શૈક્ષણિક મૂલ્યો પ્રત્યે સમર્પિત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ - વાંકાનેર દ્વારા શિક્ષણના માધ્યમથી રાષ્ટ્ર સેવામાં કાર્યરત છે,ભવ્ય સાંસ્કૃતિક વારસાથી વિભૂષિત ભારતીય સંસ્કૃતિમાં કર્તવ્યનું મહાત્મ્ય અનોખું અને અનેરું છે ત્યારે 12,મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતીથી લઈ 23 મી જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ જન્મ જ્યંતી સુધી કર્તવ્ય બોધ દિવસ (સંકલ્પ દિવસ)ની  ઉજવણી કરવામાં આવી ,ભારત દેશના યુવાનો માટે આદર્શ એવા બે મહા માનવ એવા સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝની દેશ પ્રત્યેની કર્તવ્ય પરાયણતા આજના યુવાનો સુધી પહોંચે લોકો પોતાની ફરજને પોતાના કર્તવ્યને સમજે એ માટે "કર્તવ્ય બોધ"દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે દરેક કર્તવ્ય પવિત્ર છે અને કર્તવ્ય પાલન એ ઈશ્વરની પૂજાનું ઉંચામાં ઊંચું સ્વરૂપ છે,

    લોકો પોતાનું કર્તવ્ય સમજે કર્મને જ ધર્મ સમજે એવી ઉદાત્ત ભાવના વિકસે એ માટે વાંકાનેર ખાતે કે. કે.શાહ હાઇસ્કુલ ખાતે  કર્તવ્ય બોધ દિવસની ઉજવણીમાં મુખ્ય વક્તા  માર્ગદર્શન પ્રેરક ઉદબોધન આપતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા  બૌદ્ધિક પ્રમુખ વિજયભાઈ રાવલે જણાવ્યું હતું કે" બાળક બહાર રમતું હોય અને પાણીનો નળ ચાલુ હોય અને રમતું બાળક પાણીનો નળ બંધ કરીને પાણીનો બગાડ અટકાવે એજ ખરી કેળવણી,કર્મને જ ધર્મ માનવામાં આવે એજ કર્તવ્ય બોધ"તેમજ મુખ્ય અતિથિ તરીકે  કે શ્રી સી.સી. કાવર ( ટી.પી.ઓ. વાંકાનેર ), શ્રી જયંતીભાઈ પડસુંબિયા ( કે. કે.શાહ હાઇસ્કુલ - આચાર્યશ્રી ) , શ્રી કિરીટભાઈ દેકાવાડીયા (ઉપાધ્યક્ષ,  પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ - મોરબી ), શ્રી હરદેવભાઈ કાનગડ (  ઉપાધ્યક્ષ,  પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ - મોરબી ), અને શ્રી અશોકભાઈ સતાસિયા ( અધ્યક્ષ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ - વાંકાનેર ) એ આવેલા મહેમાનોનું  શાબ્દિક સ્વાગત કર્યું. કર્તવ્ય બોધ દિવસની ઉજવણીનો હેતુ અને મહત્વની સમજ આપી હતી, શ્રી નવઘણભાઈ દેગામા (મહામંત્રી) , શ્રી પોપટભાઈ ઉતેળીયા ( ઉપાધ્યક્ષ ), શ્રી જીવરાજભાઈ પાટડીયા (ઉપાધ્યક્ષ), શ્રી રાકેશભાઈ ( સંગઠન મંત્રી) ,શ્રી નિરવભાઇ બાવરવા ( પ્રચાર મંત્રી ) , તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ - વાંકાનેર તાલુકા ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.વાંકાનેર તાલુકા ની સમગ્ર ટીમે ખુબજ હેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  શ્રી દેસાણી સાહેબ એ કર્યું હતું.

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..