બોટાદ જિલ્લા પોલીસ દ્વારા 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ટ્રાફિક અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું
*તા. 23/01/2021*
રિપોર્ટર દિલીપ ચાવડા બોટાદ
*બોટાદ જિલ્લા પોલીસ દ્વારા 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ટ્રાફિક અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું*
આજ રોજ તા.૨૩/૦૧/૨૦૨૧ના રોજ “ ૩૨માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ “ ની ઉજવણીના ભાગરૂપે *મહે. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, હર્ષદ મહેતા સાહેબનાઓની* સુચના આધારે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બોટાદ જિલ્લા ટ્રાફિક, બોટાદ સીટી ટ્રાફિક, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન, બોટાદ એલ.સી.બી. શાખા, બોટાદ એસ.ઓ.જી. શાખા, બોટાદ મહિલા પોલીસ સ્ટેશન તેમજ બોટાદ જિલ્લામાં તાલીમ લઇ રહેલા તાલીમાર્થીઓ તથા બોટાદ જિલ્લા ટ્રાફિક બ્રિગેડ દ્વારા એક ટ્રાફિક અવેરનેસ રેલીનું આયોજન ક.૧૭/૦૦ થી ૧૮/૦૦ વાગ્યા દરમ્યાન *બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન થી ટાવર રોડ, દિન દયાળ ચોક, ભાવનગર રોડ જયોતીગ્રામ સર્કલ સુધી* કરવામાં આવેલ. સદર ટ્રાફિક અવેરનેસ રેલીમાં પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.આર.ગોસ્વામી, એસ.ઓ..જી. શાખા તથા પોલીસ ઇન્સપેકટરશ્રી એ.બી.દેવધા, એલ.સી.બી. શાખા તથા પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.વી.વાલાણી તથા પોલીસ ઇન્સપેકટરશ્રી આર.એમ.ચૌહાણ, મહિલા પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એચ.એલ.જોષી, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સપેકટરશ્રી એ.જે.પંડ્યા, જિલ્લા ટ્રાફીક શાખા તથા સ્ટાફ તેમજ બોટાદ જિલ્લા ટ્રાફિક બ્રિગેડનાઓએ ભાગ લીધેલ.
તાજપર સર્કલ ખાતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અધિકારીશ્રીઓ દ્વારા નાગરિકોને સમજ આપવામાં આવેલ હતી.
ટ્રાફિક નિયમોનું પાલન કરવા નાગરિકોમાં જાગૃતિ આવે એ માટે પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલ હતું.
માઈક્રોફોનની મદદથી ટ્રાફીકના નિયમોની જાણકારી આપવામાં આવી હતી તેમજ આ નિયમોનું પાલન કરવાં જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી.
ટ્રાફિક અવેરનેસ રેલીમાં સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ માસ્ક તથા સોશ્યલ ડીસ્ટન્સનું સંપુર્ણ પાલન કરવામાં આવેલ.
*બોટાદ જિલ્લા પોલીસ માર્ગ સલામતી તથા અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાં જાહેર જનતાને અપીલ કરે છે*



