Back

પરિવર્તન ટ્રસ્ટ અને ભારત સરકાર ના દતોપંત ઠેગડી રાસ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ ની રિજીયોનલ ઓફિસ દ્વારા જાગૃતિ શિબિર યોજાઈ

મેઘરજના ગાય વાછરડા,લખિપુર,પહાડિયા(પ) અને ઝરડામાં અસંગઠિત જૂથની મહિલાઓને  પરિવર્તન ટ્રસ્ટ અને ભારત સરકાર ના દતોપંત  ઠેગડી રાસ્ટ્રીય શ્રમિક શિક્ષા અને  વિકાસ બોર્ડ ની રિજીયોનલ ઓફિસ દ્વારા જાગૃતિ શિબિર યોજાઈ

અહેવાલ: ભરતસિંહ ઠાકોર મેઘરજ 

અરવલ્લીમાં પરિવર્તન ટ્રસ્ટ  ગ્રામ વિકાસની સાથે મહિલાઓમાં જાગૃતિ આવે  અને સરકારશ્રીના મહિલા સશક્તિકરણ કાર્યક્રમને વેગ આપવા નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી જેના ભાગરૂપે તાજેતરમાં મેઘરજ તાલુકાના ઝરડા,ગાય વાછરડા પહાડિયાઅને લખીપુર ગામની અસંગઠિત    જૂથની મહિલાઓની જાગૃતિ આવે તે માટે અને જરૂરિયાતને  ધ્યાનમાં રાખી 150 જેટલી મહિલાઓ સાથે ગ્રામીણ લેવલે જ શિક્ષણ  તાલીમ આયોજન હાથ ધરવામાં આવી, જેમાં મહિલાઓ પોતાની રોજિંદી પ્રવૃત્તિ ની માહિતિ બચત વિમો જેંડર સરકાર શ્રી  ની કલ્યાણકારી યોજનાઓ  ની માહિતિ કઈક નવું શીખવાના હેતુથી શિબિર નુ આયોજન હાથ ધરાયુ  ,જેમાંઆ  બે દિવસ ની તાલીમ મા સમજણ આપવામા આવી. સહભાગી તાલીમાર્થી ઓ ને વિષય નિષ્ણાતો  દવરા તાલીમ આપી હતી. રિજીયોનલ ઓફિસ અમદાવાદ થી શિક્ષણાધિકારી મોહન સેન  તથા પરિવર્તન ટ્રસ્ટ  ના ટ્રસ્ટી  શ્રી જગદીશ ભાઈ પંડયા હાજર રહ્યા હતા.સાથે  રિલાયન્સ ફાઉન્ડેશન માંથી જયરામભાઈ  પણ ઉપસ્થિત  રહ્ય હતા.સરકારી યોજના વિષયક માર્ગદર્શન અને અમલીકરણ કરવાની  કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે ગામની સ્વં સહાય જૂથો  પણ  મહિલાઓ  જરૂરિયાતને  ધ્યાનમાં રાખી બનાવશે તાલીમને સફળ  બનાવવા પરિવર્તન ટ્રસ્ટ  ની ટીમ અને રિલાયન્સ ફાઉન્ડેશન ની ટીમ નો  નોંધપાત્ર ફાળો રહ્યો હતો. આભારવિધિ પરિવર્તન ટ્રસ્ટ  ના કાર્યકરે કરી અંતે જનમન ગણ  નુ ગાન  કરી છુટા  પડ્યા  હતા. શિબિર  મા માસ્ક નુ વિતરણ પણ કરેલ.તેમજ સોસિયલ ડિસ્ટન્સ નુ ધ્યાન રાખ્યુ હતુ

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..