Back

રૂપા માતા મંદિર ની ચોથી સાલગીરીની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી

 ગણદેવી તાલુકાના ભેસલા ગામ ખાતે દર વર્ષે ધામધૂમથી સાલગીરી  ઉજવવામાં આવે છે પરંતુ આ વખતે સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે મહાપ્રસાદ અને શ્રદ્ધાળુઓના આમંત્રણમાં કાપ મુકવામાં આવ્યો હતો રૂપા માતાનું મંદિર પશ્ચિમ રેલવેની પૂર્વ બાજુએ રેલવે લાઇનને અડીને આવેલું હતું હાલમાં રેલવે નવી ટ્રેક નાખી રહી છે જુનુ મંદિર વાળી જમીન રેલવેમાં સંપાદિત થઈ જેમાં ભેસલા વજીફા ના ગામના પ્રજાજનોએ માતાજી માટે નવું મંદિર બનાવ્યું મંદિર બનાવવા માટે સ્વ પરભુભાઈ સુખાભાઈ ઉકાભાઇ પટેલના પરિવારે જમીન દાનમાં આપી અને નવા મંદિરનું નિર્માણ થયું આ સરાહનીય કાર્ય અને પ્રજાજનો એ બિરદાવ્યું

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..