Back

ગોલવાણ ગામની સીમમાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને પકડી પાડતી દેડીયાપાડા પોલીસ

ગોલવાણ ગામની સીમમાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને પકડી પાડતી દેડીયાપાડા પોલીસ

રાજપીપળા : જુનેદ ખત્રી

પ્રાપ્ત માહિતી મુજબ દેડીયાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં નીકળેલા હતા તે વખતે બાતમીદારથી બાતમી મળેલ કે, “ મોજે ગોલવાણ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા પાનાનો પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે, “ જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા કેટલાક ઇસમો રાત્રીના અંધારામાં મોબાઇલની બેટરીના અજવાળામાં ગોળ કુંડાળું વળી પૈસા વડે જુગાર રમતા હોય ચારેય બાજુથી કોર્ડન કરી રેઇડ કરી સ્થળ ઉપરથી (૧) ચંદ્રકાંતભાઇ નરપતભાઇ વસાવા (૨) ચુનીલાલ ધનજીભાઇ વસાવા (૩) અક્ષયભાઇ માનસીંગભાઇ વસાવા (૪) કાશીરામભાઇ ફતુભાઇ વસાવા (૫) સેગજીભાઇ હીરાભાઇ વસાવા તમામ રહે ગોલવાણ ફળીયા તા.દેડીયાપાડા જી-નર્મદા નાઓને અંગ ઝડતીના રોકડા રૂપિયા ૫ooo/- તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૨૫૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૧૦૦૦/- તથા પત્તા પાના મળી કુલ કિ.રૂ.૬૨૫o/- ના જુગારના મુદામાલ સાથે પકડી પડ્યા હતા તથા સ્થળ ઉપરથી નાસી જનાર આરોપી કરણસીંગભાઇ પ્રતાપભાઈ વસાવા રહે-ગોલવાણ ફળીયા તા. દેડીયાપાડા જી.નર્મદા નાઓને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..