Back

બાયડ તાલુકાના સાઠંબા ગામ ખાતે કોંગ્રેસની ચિંતન બેઠક યોજાઇ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને બાયડ તાલુકાના સાઠંબા મુકામે ઈન્દ્રાણ જિલ્લા પંચાયતની બેઠક માટે જિલ્લા પંચાયત સદસ્ય માનવેન્દ્રસિંહ સોલંકી ના નિવાસ્થાને ચિંતન બેઠક યોજાઇ હતી જેમાં ઈન્દ્રાણ જિલ્લા પંચાયતની બેઠક માટે આગામી ઉમેદવાર અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

આગામી ઈન્દ્રાણ જિલ્લા પંચાયતની બેઠક મહિલા અનામત બેઠક હોવાથી માજી ધારાસભ્ય ચંદ્રભાણસિંહ સોલંકી ના ધર્મપત્ની શીલા દેવી સોલંકીની ઉમેદવારી કરવા બાબતે ઉપસ્થિત સૌ કાર્યકરો તેમજ જનતાએ સહમતિ દર્શાવી હતી

આ પ્રસંગે ચોઇલા જિલ્લા પંચાયત સદસ્ય કિરીટભાઈ ગોસ્વામી સાઠંબા ના પૂર્વ સરપંચ ઋતુરાજ સોલંકી તથા દાસ ભાઈ પંડ્યા તાલુકા સદસ્ય કાંતિલાલ પરમાર અને ધીરુભાઈ વાળંદ તેમજ ઈન્દ્રાણ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને અગ્રણીઓ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા ના સંકલ્પ સાથે ઉપસ્થિત રહ્યા હતા


કિરીટ પટેલ વાત્સલ્ય ન્યૂઝ બાયડ

બાયડ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..