Back

મહેસાણા : કોવિડ-૧૯ મહામારીને પગલે માર્ગદર્શિકા અનુંસાર તમામ ૧૮૧૪ મતદાન મથકો પર ચૂંટણી યોજાશે

જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓ મુક્ત,ન્યાયી અને શાંતિપુ્ર્ણ વાતાવરણમાં યોજવા તંત્ર કટિબધ્ધ - જિલ્લા કલેકટર એચ.કે.પટેલ

 

મહેસાણા જિલ્લામાં ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓ યોજાશે

 

કોવિડ-૧૯ મહામારીને પગલે માર્ગદર્શિકા અનુંસાર તમામ ૧૮૧૪ મતદાન મથકો પર ચૂંટણી યોજાશે

 

ચૂંટણી સંબધિ માહિતી તેમજ ફરીયાદો માટે ૦૨૭૬૨-૨૨૨૨૨૦ કંટ્રોલરૂમ કાર્યરત

 

મહેસાણા જિલ્લામાં આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો,જિલ્લા પંચાયત અને મહેસાણા,વિસગનર,કડી અને ઉંઝા પાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીઓ મુક્ત,ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર કટિબઘ્ઘ છે તેમ જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું

મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો,૧૦ તાલુકા પંચાયતની ૨૧૬ બેઠકો તેમજ વિસનગર,મહેસાણા,કડી અને ઉંઝા પાલિકાની ૩૮ વોર્ડની ૧૫૨ બેઠકોની ચૂંટણીઓનું આયોજન ૨૮ ફેબ્રુઆરીના રોજ કરાયું છે જે અંગેની મતગણતરી ૦૨ માર્ચેને બુધવારના રોજ યોજાનાર છે.ચૂંટણીઓ જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલી આવેલ છે.આદર્શ આચારસંહિતાની માહિતી વેબસાઇટ sec.gujarat.gov,in પર માહિતી ઉપલ્બધ છે.

 મહેસાણા જિલ્લામાં ૦૫ જાન્યુઆરીના રોજ પ્રસિધ્ધ થયેલ મતદાર યાદી મુજબ ૧૨,૯૯,૨૫૭ મતદારો નોંધાયા છે જેમાં ૬,૭૪,૩૭૫ પુરૂષ મતદારો અને ૬,૨૪,૮૫૯ સ્ત્રી મતદારો સહિત ૨૩ અન્ય મતદારો નોંધાયા છે જેઓનું એપીક કવરેજ ૧૦૦ ટકા છે.મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયતની ૪૨ અને ૧૦ તાલુકા પંચાયતની ૨૧૬ બેઠકો માટે ૧૫૧૧ મતદાન મથકો મંજુર કરાયા છે.જેમાં ૮૪ ચૂંટણી અધિકારીઓની નિમણુંક કરાઇ છે.

મહેસાણા જિલ્લાના શહેરી વિસ્તારની મહેસાણા,ઉંઝા,વિસનગર અને કડી પાલિકાની યોજાનાર ચૂંટણીઓમાં ૩,૦૭,૩૯૨ મતદારો નોંધયા છે જેમાં સ્ત્રી મતદારો ૧,૪૯,૦૨૦ અને ૧૫૮૩૬૮૯ સ્ત્રી મતદારો સહિત ૦૩ અન્ય મતદારો નોંધાયા છે.જેમાં મહેસાણા નગરપાલિકાની ૧૧ વોર્ડ ૪૪ બેઠકો,કડી,વિસનગર,ઉંઝા પાલિકાની ૦૯ બેઠકો માટે ૩૬ વોર્ડમાં ચૂંટણી થનાર છે.પાલિકાની ચૂંટણીઓ માટે ૩૦૩ મતદાન મથકો નિયત કરાયા છે.પાલિકાની ચૂંટણીઓમાં ૦૮ અધિકારીઓની નિમણુંક કરાઇ છે.

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓનું જાહેરનામું ૦૮ ફેબ્રુઆરીએ પ્રસિધ્ધ થનાર છે જેમાં ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ ૧૩ ફેબ્રુઆરી અને ચકાસણી માટેની તારીખ ૧૫ ફેબ્રુઆરી છે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૧૬ ફેબ્રુઆરી નક્કી કરાઇ છે. જિલ્લામાં મતદાન ૨૮ ફેબ્રુઆરીના રોજ સવારે ૦૭ વાગ્યાથી સાજે ૦૬-૦૦ વાગ્યા સુધી થનાર છે .જો પુન મતદાનની શક્યતા ઉપસ્થિત થાય તો ૦૧ માર્ચના રોજ પુનમતદાન થનાર છે.જિલ્લામાં મતગણતરી ૦૨ માર્ચ ૨૦૨૧ના રોજ થશે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ૦૫ માર્ચ ૨૦૨૧ના રોજ પુર્ણ થશે

જિલ્લા કલેકટર એચ.કે.પટેલે ઉમેર્યું હતું કે કોવિડ-૧૯ મહામારીને પગલે ભારતના ચૂંટણી પંચની ઓગષ્ટ-૨૦૨૦માં જાહેર થયેલ માર્ગદર્શિકા મુજબ ચૂંટણીઓ યોજાશે.કોવિડ પોઝીટીવ દર્દી પણ મતદાન આપી શકે તે માટે સાંજે ૦૫ થી ૦૬ કલાક દરમિયાન ખાસ આયોજન કરાયું છે.જિલ્લામાં તમામ મતદારો હેન્ડગ્લોઝ પહેરીને મતદાન કરે તે માટેનું આગોતરૂ આયોજન કરાયું છે જિલ્લામાં ૨૪ લાખ જેટલા હેન્ડગ્લોઝનો જથ્થો ઉપલ્બધ કરાયો છે.

 ઇ.વી.એમ મશીનોની ઉપલબ્ધ છે.આ ઉપરાંત ચાર નગરપાલિકાની ચૂંટણીઓ માટે ૭૦૪ બીયુ અને ૩૫૦ સીયુ ઇવીએમ આવેલા છે.મતદાન મથક ખાતે મોકપોલનું પણ આયોજન કરાયું છે.ઇવીએમ પર નોટાનો ખાસ વિકલ્પ આપવામાં આવેલ છે.

જિલ્લામાં ચૂંટણી સંબધિ ફરીયાદો અને અન્ય માહિતી માટે કંટ્રોલરૂમ ૦૨૭૬૨-૨૨૨૨૨૦ શરૂ કરાયો છે તેમજ ચૂંટણી શાખાનો ટેલીફોન નંબર ૦૨૭૬૨-૨૨૨૨૨૩ અને ફેક્સ નંબર ૦૨૭૬૨૨૨૨૨૦૨ કાર્યરત છે. આ ઉપરાંત ec-meh@gujarat.gov.in ઇમેઇલ એડ્રસ પર માહિતી-ફરીયાદ કરી શકાશે.સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓ જાહેર થતાં જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી આવી છે જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ૧૦૭૧ અને પાલિકાઓમાં ૨૬૬ પોસ્ટર,બેનર્સ,હોર્ડિગ્સ સહિત અન્ય લખાણો દુર કરાયા છે.

 જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે જિલ્લામાં ચૂંટણીઓ માટે પુરતા પોલીસબંદોબસ્તનું આયોજન કરાયું છે,કેન્દ્રિય હથિયારધારી પોલીસ ફોર્સ અને રાજ્ય અનામત પોલીસ ફોર્સ સહિત પોલીસ કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવેલ છે.જિલ્લામાં અશાંતિ ફેલાવે તેવી વ્યક્તિઓની સારી વર્તણુંક માટે જામીન લેવા,નિવારક અટકાયત કરવી,નોન-બેલેબલ વોરંટણી બજવણી સહિતની ઝુંબેશ શરૂ કરાઇ છે.

જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજ સિંહ ગોહિલે ઉમેર્યું હતું કે પરવાનાવાળા હથિયાર ધરાવતી વ્યક્તિઓએ તેમના હથિયાર નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરવાનું શરૂ કરાયુ છે. આ ઉપરાંત પ્રતિબ્ંધક જાહેરનામાના ચુસ્તપણે પાલન થઇ રહ્યું છે.

મહેસણા જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે. નાગરિકોને મતદાર જાગૃતિ  માટે વિવિધ માધ્યમો દ્વારા સમજ આપવામાં આવી રહી છે.

મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પત્રકાર પરીષદમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ સહિત ચૂંટણી અધિકારીઓ અને જિલ્લાના મિડીયા કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..