Back

રાજપીપળા ની શ્રી નવદુર્ગા હાઇસ્કુલ દ્વારા ૧૧મા “રાષ્ટ્રીય મતદાતા દિન" ની ઊજવણી કરવામાં આવી

રાજપીપળા ની શ્રી નવદુર્ગા હાઇસ્કુલ દ્વારા ૧૧મા “રાષ્ટ્રીય મતદાતા દિન" ની ઊજવણી કરવામાં આવી

વિદ્યાર્થીઓ પોતાના પરિવાર ને મતદાન માટે જાગૃત કરશે : પ્રતિજ્ઞા લીધી

રાજપીપળા : જુનેદ ખત્રી

આજે ૨૫ જાન્યુઆરી ને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે આજે ૧૧ મો રાષ્ટ્રીય મતદાતા દિવસે રાજપીપળા ની શ્રી નવદુર્ગા હાઇસ્કુલ દ્વારા ઉજવણી કરાઈ હતી જે અંતર્ગત શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા પ્રતિજ્ઞા લેવાઇ ત્યારબાદ શાળાના આચાર્ય વિરલકુમાર પટેલ જેમણે મતદાન જાગૃતિ માટે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા રાજપીપળાની જાહેર જનતાને કાસનું વિતરણ કરી "મતદાન જાગૃતિ” નો પવિત્ર સંદેશ પાઠવ્યો હતો

વિદ્યાર્થીઓ કે જેઓ ભારતનું ઉજજવળ ભવિષ્ય છે તેમણે પ્રતિજ્ઞા લીધી કે તેઓ પોતાના પરિવારના સભ્યોને મતદાન માટે જાગૃત કરશે અને પોતાના એક મતનું મહત્વ જણાવી પોતે પણ ભવિષ્યમાં પોતાના મતદાન માટે જાગૃતી કેળવશે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..