Back

મેઘરજ તાલુકા કક્ષાએ બાળકો દ્વારા બનાવેલા શૈક્ષણીક રમકડાં નું વિડિઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

અરવલ્લી  :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

અહેવાલ      

મેઘરજ તાલુકા કક્ષાએ બાળકો દ્વારા બનાવેલા શૈક્ષણીક રમકડાં નું વિડિઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું 


કોરોના સંક્રમણ કાળમાં શાળાઓ જ્યારે બંધ છે ત્યારે માનનીય વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા મન કી બાતમાં ભારતીય વિદ્યાર્થીઓ પોતાના મનના વિચારો દ્વારા શૈક્ષણિક રમકડાં નું આયોજન કરે એવા વિચાર સાથે આંગણવાડી થી લઈ પ્રાથમિક વિભાગ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ અને ઉચ્ચ માધ્યમિક વિભાગ મા વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વર્ચ્યુઅલ રીતે શૈક્ષણિક રમકડાં બનાવવામાં આવેલ છે. મેઘરજ તાલુકાની શાળાઓના બાળકો દ્વારા ઘરે બનાવવામાં આવેલ શૈક્ષણિક રમકડાં ના વિડીયો અને તજજ્ઞો દ્વારા  જોઈ તપાસી જિલ્લા કક્ષાએ યોગ્ય વિભાગમાં નંબર આપવામાં આવેલ. જિલ્લા કક્ષાએ નંબર આવેલ કૃતિઓને રાજ્ય કક્ષાએ  ભાગ લેવાનો મોકો  મળશે.

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..