Back

ચોટીલા માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી નિમિતે રક્તદાન કેમ્પ નું આયોજન

ચોટીલા માં ૨૬ મી જાન્યુઆરી એ પ્રજાસતાક પર્વ ની ઉજવણી નિમિતે રક્તદાન કેમ્પ નું આયોજન


ચોટીલા ના સેવાભાવી લોકો ને રક્તદાન કરવા અપીલ.


(અહેવાલ : મોહસીનખાન પઠાણ)


"રક્તદાન મહાદાન" વાક્ય ને સાર્થક કરવા તેમજ પ્રજાસતાક પર્વ પર આપણા દેશ પ્રત્યે ની આપણી નૈતિક જવાબદારી તેમજ ફરજ નિભાવવા માટે રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા એક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર ની સુપ્રસિદ્ધ લાઈફ બ્લડ બેંક દ્વારા રક્તદાતાઓ ના આરોગ્ય ની તપાસ કરીને લોહી લેવામાં આવશે. તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ બપોરે ૦૨ વાગ્યા થી રાત્રે ૦૮:૦૦ વાગ્યા સુધી આપ રક્તદાન કરી શકશો. ચોટીલા મધ્યે આવેલ પ્રાથમિક શાળા નંબર-૨, સાર્વજનિક હોસ્પિટલ સામે(કન્યાશાળા) ખાતે યોજાનાર આ બ્લડ ડોનેશન કેમ્પ માં વધુ ને વધુ લોકો રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે. લોહી ફક્ત માનવ શરીર માં જ બને છે અને આકસ્મિક બનાવ સમયે તેમજ થેલેસીમિયા ના દર્દી ને ખૂબ જ લોહી ની જરૂર પડતી હોય છે. માટે માનવજાત ના કલ્યાણ અર્થે રક્તદાન જરૂર કરવું જોઈએ. આ રક્તદાન કેમ્પ વિશે વધુ માહિતી માટે તેમજ આયોજન માં સહકાર માટે રજીસ્ટ્રેશન કરાવવા 

મોહસીનખાન પઠાણ 92284 32560, વિરમભાઈ ડાંગર 90994 41555, મેહુલભાઈ ખંધાર 90996 52152, ફેઝલભાઈ વાળા 95376 59875, વિજયભાઈ ચાવડા 9825453936, પાયલબેન મોરી 83060 71535, નિરાલીબેન ચૌહાણ 74055 71170 નો સંપર્ક કરવા રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવેલ છે.

ચોટીલા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..