Back

અરવલ્લીના મોડાસા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ


અહેવાલ 

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

અરવલ્લીના મોડાસા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

ભારતના ચૂંટણી પંચ દ્વારા ઇ-એપિક લોન્ચ કરાઇ, હવે મોબાઇલમાં ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકાશ

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડમાં ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા ક્લેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે લોકશાહી મજબૂત બનાવવા સૌ મતદાતાને મતદાન કરવા માટેની અપીલ કરતા જણાવ્યું હતું કે,  ભારતનુ લોકતંત્ર દરેક મતદારને પોતાની પસંદગીના પ્રતિનિધિ ચૂંટવાની સમાન તક આપે છે. 

તેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશની લોકશાહીને મજ્બૂત બનાવવા વર્તમાન સમયમાં ટેકનોલોજીનો મહત્તમ  ઉપયોગ કરી નિષ્પક્ષ રીતે મતદાન કરે તે ખુબ જરૂરી હોવાનું ઉમેર્યુ હતું. તેમણે તમામ લાયક વ્યક્તિઓ પોતાના નામ મતદારયાદીમાં નામ નોંધાવે તે ખાસ સૂચન કર્યુ હતું અને ચૂંટણી વખતે તમામ નાગરિકો પોતની નૈતિક ફરજ સમજી લોભ, લાલચ અને ભય વિના તટસ્થ રીતે અચૂક મતદાન કરે તે માટે જન જાગૃતિ લાવવા આહવાન કર્યુ હતુ અને  રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણીની શુભેચ્છાઓ પાઠવતા  તમામ નાગરિકોને દેશ પ્રત્યે પોતાની નૈતિક ફરજ સમજી લોકશાહીના જતન માટે અમુલ્ય યોગદાન આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતા તેમણે જણાવ્યું કે, તા.૨૫ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઇન ચૂંટણી કાર્ડ જનરેટ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે મોબાઇલ એપ્લીકેશન મારફત ઇ-એપીક ડાઉનલોડ કરી શકાશે. આ પ્રસંગે નવા મતદારોનું તથા ચુંટણીલક્ષી કામગીરી સારી કરનાર કર્મીઓનું અને કેમ્પઅસ એમ્બેસડોરનું પણ સન્માન  કરાયું હતુ. ઉપસ્થિત સૌએ એક જવાબદાર મતદાર તરીકે પોતાની ફરજ અદા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઇલાબેન આહિર,પ્રાંત અધિકારી  મંયક પટેલ, મામલતદાર  ગઢવી સહિત નવા મતદારો, સેવા મતદારો, બીએલઓ સહિત ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.                        

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..