Back

કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થતા 3 યુવાનોના મોત..

રિપોર્ટર. પ્રિતેશ પટેલ

કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થતા 3 યુવાનોના મોત

વાંસદા તાલુકાના વાંસદા - ધરમપુર રોડ ઉપર અંકલાછ ગામના વણજારવાડી ફળીયા પાસે એક કારમાં પાંચ મિત્રો આવી રહ્યા હતા.

તેઓ તિથલ ફરવા ગયા હતા અને દમણ મિત્રને મળ્યા બાદ ધરમપુર સાઈડથી વાંસદા તરફ આવી રહ્યાં હતા અને તે દરમિયાન સામેથી આવતી ધરમપુર જતી ટ્રકમાં રોંગ સાઈડથી ઘુસી કાર સામેથી આવતી ટ્રકમાં અથડાતાઇ જતા ત્રણના મોત નિપજયા હતાં અને એને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા . પોલીસે સ્થાનિકોની મદદથી ભારે મહેનત પછી કારમાં ફસાયેલા તમામ મિત્રોને બહાર કાઢ્યા હતા . વાંસદા તાલુકાના વાંસદા - ધરમપુર રોડ ઉપર આવેલ અંકલાછ ગામના વણજારવાડી ફળીયા પાસે શનિવારે મોડી રાત્રે અંદાજિત બે વાગે વાંસદાથી ધરમપુર તરફ જતી ટ્રક નંબર MH. - 40- AK.1519 સાથે ધરમપુર તરફથી પાંચ મિત્રો વાંસદા તરફ આવી રહ્યા હતા , એ દરમિયાન કાર નંબર GJ 21 - M i5490 નો ચાલક ચેતન મગનભાઈ કુ.પટેલ ઉ.વ .31 એ સ્વીફ્ટ કાર રોંગ સાઈડથી ટ્રક સાથે અથડાવતા ચાલક ચેતન ( રહે કપડવંજ નીચલું ફળિયું તા.વાંસદા ) નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું . અશ્વિન અશોકભાઇ પટેલ ઉ.વ .30 એ ( રહે . નવતાડ ડેરી ફળિયું તા.વાંસદા ) ને ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું . પાછલી સીટ ઉપર બેસેલ જયેશ શકરભાઈ કુ.પટેલ ઉ.વ .26 ( રહે . કપડવંજ નીચલું ફળિયું તા.વાંસદા ) ને ગંભીર ઇજાઈ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ,

તથા કુંદન દિનેશભાઇ ઉ.વ .16 ( રહે નવતાડ ડેરી ફળિયું ) ને ઇજાઓ થતા તથા કિરણ બાબુભાઇ પટેલ ઉ.વ .30 ( રહે નવતાડ ડેરી ફળિયું ) ને ફેકચર અને ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા . જેની ખબર વાંસદાની પોલીસ  સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કારમાં સવાર તમામને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા . ત્રણેના શવોને વાંસદા કોટેજ હોસ્પિટલ લાવી પી.એમ.રૂમમાં મુકાયા હતા . કારમાં સવાર કિરણભાઈ બાબુભાઇ પટેલે કાર ચાલક ચેતન પટેલ વિરુદ્ધ ગુનો નોંધાવતા વાંસદા પીએસઆઇ વિરેન્દ્રસિંહ વાઘેલાએ આગળની તપાસ શરૂ કરી .

વાંસદા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..