Back

રાજુલા તાલુકાના વિસળીયા નો યુવાન નેશનલ લેવલે ૧૫૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા.....

ન્યૂઝ

અમરેલી

રાજુલા તાલુકાના વિસળીયા નો યુવાન નેશનલ લેવલે ૧૫૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા.....

   ‌  રાજુલા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલ વિસળીયા ગામના રાકેશ અશોકભાઈ બાંભણીયા નામનો યુવાન પ્રાથમિક શાળા અભ્યાસ દરમિયાન જ રમતગમત ક્ષેત્રે રૂચિ ધરાવતો અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ ને રાજ્ય કક્ષા સુધી પહોંચેલ હતો. હાલમાં મહુવા પારેખ કોલેજ ખાતે બીએસસી ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અભ્યાસની સાથે સાથે રમત ગમતમાં પણ ચબરાક હોવાથી પરિવારજનો તેમજ ગુરુજનો તેને પ્રોત્સાહન આપતા હતા. જે પ્રોત્સાહનથી યુવકે કબડ્ડી ની રમતમાં ભાગ લઈ નેશનલ કક્ષા સુધી પહોંચેલ તેમજ અગાઉ ખેલમહાકુંભ સ્પર્ધા માં પણ એથલેટિક્સ વિભાગમાં લીધો હતો. અને યુવક ને મિત્રએ આપેલી સલાહને લક્ષ બનાવી રાજકોટ ખાતેના જેએનવી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી નેશનલ ગેમ્સ ૨૦૨૦-૨૧ માં એથલેટિક વિભાગમાં ૧૫૦૦ મીટર દોડમાં  ઓલ ઇન્ડિયા માંથી આવેલા ખેલાડીઓમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી ગુજરાત નું ગૌરવ વધાર્યું છે સાથોસાથ કોળી સમાજ, વિસળીયા ગામ અને પરિવાર નું ગૌરવ વધાર્યું છે અને આગામી સમયમાં આ યુવાન આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ભારત દેશ તરફથી રમશે. ત્યારે આ વિસ્તારના યુવા આગેવાન અજય શિયાળ  દ્વારા પણ અભિનંદન પાઠવ્યા હતા.

રાજુલા

વીરજી શિયાળ

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..