Back

નર્મદા જીલ્લા મા સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા ઓની ચૂંટણી ઓ ટાંણે જ BTP ના ગઢ ગણાતા દેડિયાપાડા-સાગબારા મા ભંગાણ

નર્મદા જીલ્લા  મા સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા ઓની ચૂંટણી ઓ ટાંણે જ BTP ના ગઢ ગણાતા દેડિયાપાડા-સાગબારા મા ભંગાણBTP સહિત કોગ્રેસ ના 300 થી પણ વધુ કાર્યકરો ભાજપા મા જોડાયા


 જીલ્લા પંચાયત ના પૂર્વ ઉપપ્રમુખ સહિત શિક્ષણ સમિતિ ના પુર્વ અધયક્ષે પણ ભગવો ધારણ કરતા ચુંટણીઓમા BTP કોગ્રેસ ને ભારે નુકસાન ની સંભાવના
  (  ડેડીયાપાડાપરેશ બારીયા દ્વારા )  સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા ઓની ચૂંટણી ઓ આગામી દિવસોમાં યોજાનાર છે ત્યારે નર્મદા જીલ્લા મા ભારતિય જનતા પાર્ટી  પોતાનું શાસન તમામ સ્તરે જીલ્લા પંચાયત , તાલુકા પંચાયતો સહિત રાજપીપળા નગરપાલિકા મા જમાવવા કટિબદ્ધ બની છે, નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ , પુર્વ વનમંત્રી મોતીસીગ વસાવા અને જીલ્લા ભાજપા ઉપપ્રમુખ અનિરૂધ્ધસિંહ ગોહીલ સહિત ભાજપા અગ્રણી શંકરભાઈ વસાવા ની ઉપસ્થિત મા આજરોજ દેડિયાપાડા ખાતે ના જાનકી આશ્રમ ખાતે BTP સહિત કોગ્રેસ ના 300  થી પણ વધુ કાર્યકરો આગેવાનો એ ભાજપા નો ભગવો ખેસ ધારણ કર્યો હતો.


    દેડિયાપાડા ખાતે ના જાનકી આશ્રમ ખાતે આજરોજ યોજાયેલ એક કાર્યક્રમ મા નર્મદા જીલ્લા પંચાયત ના પૂર્વ ઉપપ્રમુખ અને BTP આગેવાન વનિતાબેન ભાવેશભાઇ વસાવા પોતાના 150 જેટલા ટેકેદારો સાથે જીલ્લા પ્રમુખ ધનશયામ પટેલ માજી વનમંત્રી મોતીસીગ વસાવા ની ઉપસ્થિત મા ભાજપા મા જોડાયા હતા. જીલ્લા પંચાયત ના શિક્ષણ સમિતિ ના પુર્વ અધયક્ષ મમતાબેન શંકરભાઈ વસાવા પણ પોતાના કાર્યકરો સાથે જોડાયા હતા. BTP ના માજી પ્રમુખ માનસીંગ ભાઈ વસાવા , મંડાળા ગામ ના સરપંચ નરોતતમભાઈ વસાવા, નવાગામ પાનુડા ના સરપંચ ફુલસીંગ વસાવા  પણ ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત મોહબી, ખોપી, ભુતબેડા, ઝાંક, માલપુર, સેજપુર, ખરચીપાઠા, મોહબી, ખાબજી, ઉમરાણ ના કોંગ્રેસ સહિત BTP ના કાર્યકરો ભાજપા મા જોડાયા હતા.


   તમામ આગેવાનો ને ભાજપા નો ખેસ પહેરાવીને સન્માનીત કરાયા હતા જોડાયેલા તમામ કાર્યકરો આગેવાનો એ આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા ઓની ચૂંટણી ઓમા ભાજપા ના ઉમેદવારો ને વિજયી બનાવવા ના સંકલ્પ કર્યા હતા.


      ભારતિય જનતા પાર્ટી એ BTP ના ગઢ ગણાતા દેડિયાપાડા અને સાગબારા તાલુકા મા કાર્યકરો ને પોતાના પક્ષે કરતા આગામી ચુંટણીઓમા BTP  ને ભારે નુકસાન જવાની શક્યતાઓ ને નકારી શકાય નહીં. રહી કોગ્રેસ ની વાત તો કોગ્રેસ સાથે અગાઉથીજ BTP એ છેડો ફાડ્યો હોય ચુંટણીઓમાં કોગ્રેસ માટે પણ કપરાં ચઢાણ અગાઉ થીજ ઉભા થયા છે.

ડેડીયાપાડા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..