Back

ડાંગમાં કોંગ્રેસને મોટો ફટકો ;૨૦૦ કાર્યકરો ભાજપમાં જોડાયા

ડાંગ રિપોર્ટર ;- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાતો આહવા મિશનપાડા વિસ્તારમાંથી સાગમટે 200 કોંગ્રેસી કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડી ભાજપની કંઠી ધારણ કરી લેતા ચૂંટણી પહેલાજ કોંગ્રેસના સુપડાસાફ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ડાંગ જિલ્લામાં ભાજપની વિકાશયાત્રા ની સફર સમગ્ર આદિવાસી વિસ્તારોમાં પાયાના કામો અને લોકહીત ના કર્તાહર્તા કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા અને સહ ઇન્ચાર્જ અશોકભાઈ ધોરજીયા,પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર,ધારાસભ્ય વિજયભાઈ પટેલ ની આગેવાની હેઠળ ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિમિતે સમગ્ર તાલુકા જિલ્લા પંચાયત માં ભગવો લહેરાવવા સામ, દામ, દંડ ,ભેદ ની નિતિરિતિ અપનાવી પક્ષને મજબૂત કરવા કવાયત હાથ ધરી છે. વિધાનસભા પેટા ચૂંટણીમાં પૂર્વ પટ્ટીના ખ્રિસ્તી સમાજના લોકોને ભાજપમાં જોડતા પ્રચંડ બહુમતી મળી હતી. હાલ જિલ્લાના મુખ્ય મથક આહવા ના મીશનપાડા કોલોની માં 200 જેટલા ખ્રિસ્તી સમાજમાં પ્રભુત્વ ધરાવનાર વિપુલભાઈ મિસ્ત્રી નામના આગેવાન વર્ષોથી કોંગ્રેસનો હાથ છોડી ભાજપની કંઠી ધારણ કરી લીધો છે, જેથી હવે કોંગ્રેસ ની રહી સહી આબરૂ પણ લૂંટાઈ ચુકી છે. આહવાના ગઢ માં ગાબડું પાડવા આહવા નગરના યુવા સરપંચ હરિરામભાઈ સાવંત ની મહત્વ ની ભૂમિકા ભજવી હતી.સાથો સાથ મહામંત્રીઓ કિશોરભાઇ ગાંવીત, રાજેશભાઈ ગામીત,માજી પ્રમુખ દિલીપભાઈ ચૌધરી,મંડળ પ્રમુખ હીરાભાઈ રાઉત દિનેશભાઇ ભોયે,સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..