Back

કે એમ શાહ હાઈસ્કૂલ તિલકવાડાં ખાતે મતદાન જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓ એ પ્રતિજ્ઞા લીધી

કે એમ શાહ હાઈસ્કૂલ તિલકવાડાં ખાતે મતદાન જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓ એ પ્રતિજ્ઞા લીધી

વસીમ મેમણ તિલકવાડાં

 આજ રોજ તિલકવાડા નગર માં કે.એમ શાહ હાઈસ્કૂલ  ખાતે તિલકવાડાં કે.એમ શાહ હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ વ્યાસ સાહેબ ની અધ્યક્ષતા માં રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી કરવામાં આવી કે.એમ શાહ હાઈસ્કૂલ માં મતદાન જાગૃતિ દિન ને અનુલક્ષી ને પી.એન બારીયા ના માર્ગદર્શન મુજબ શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા મતદાતાઓમાં જાગૃતિ આવે તેમજ લોકશાહી ના રક્ષણ માટે મતાધિકાર નો યોગ્ય ઉપયોગ કરે તે માટે પ્રતિજ્ઞા લેવામાં આવી અને શાળા ના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ને.મતદાન વિશે વિસ્તૃત સમજણ પુરી પાડવામાં આવી અને લોકશાહી માં મતદાતાઓ નું મહત્વ સમજાવી મહત્તમ મતદાન માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જેથી વિદ્યાર્થીઓ મતદાન નું મહત્વ સમજી શકે 


 ભારત સરકાર દ્વારા વધુ ને વધુ યુવા મતદારો ને મતદાન વિષયે જાગૃત કરવા પ્રોત્સાહિત કરવા અને મતદાન ની રાજકીય પ્રણાલી માં જોડવાના ઉદ્દેશ્ય થી  25 મી જાન્યુઆરી ભારતના ચૂંટણી પંચ ના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવ્યું લોકોમાં મતાધિકારના મહત્વની જાણકારી વધે તે માટે તિલકવાડાં નગરમાં કે.એમ શાહ હાઈસ્કૂલ ખાતે તિલકવાડાં હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ વ્યાસ સાહેબ ની અધ્યક્ષતા માં 11 માં રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી આ ઉજવણી હેઠળ શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિજ્ઞા લઈ મતદાન વિશે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો

તિલકવાડા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..