Back

પીપલ્સ સહકારી મંડળી મોડાસા ના ગુન્હાનો સહ આરોપી ને પકડી પાડતી અરવલ્લી એલસીબી પોલીસ

 અહેવાલ 

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ ) 

પીપલ્સ સહકારી મંડળી મોડાસા ના ગુન્હાનો સહ આરોપી ને પકડી પાડતી અરવલ્લી એલસીબી પોલીસ 

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ડી.જી.પી. ગુજરાત રાજ્ય, ગાંધીનગર, ધ્વારા તેમજ અભય ચુડાસમા, પોલીસ મહાનિરીક્ષક,ગાંધીનગર વિભાગ, ગાંધીનગર એ આપેલ સૂચનાઓ મુજબ સંજય ખરાત,પોલીસ અધિક્ષક, અરવલ્લી,  મોડાસા ધ્વારા અરવલ્લી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવાની અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ. ઉપરોકત સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ આર.કે.પરમાર,પોલીસ ઇન્સ્પેકટર,   એલ.સી.બી અરવલ્લી ને બાતમીરાહે હકીકત મળેલ કે, મોડાસા ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૪/ર ૦૧૯ ઇ.પી.કો. ક.૪૦૬,૪૨૦ વિગેરે મુજબના ગુન્હા નો સહ આરોપી મહંમદસોહેલ જાકીરહુસેન બુખારી,રહે.નાના સૈયદવાડા મોટીવાટ, મોડાસા, તા.મોડાસા જી.અરવલ્લી,શાકમાર્કેટ, મોડાસા ખાતે આવનાર હોઇ, તેવી હકીકત આધારે એલ.સી.બી.  સ્ટાફના માણસો (૧) અ.હે.કો. ઇમરાનખાન નજામીયા તથા (૨) આ.હે.કો. પ્રમોદચંદ્ સુખદેવપ્રસાદ (3) અ.પો.કો. અતુલકુમાર ઘેલાભાઇ સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન શાકમાર્કેટમાં નાકાબંધી કરી આ કામના આરોપી અરવલ્લી જીલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા ચોકકસ બાતમી હકીકત આધારે પીપલ્સ સહકારી મંડળીના ગુન્હાનો સહ આરોપી ને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..