Back

રાજપીપળા મિતગ્રૂપ ના સદસ્ય અને નર્મદા પત્રકાર સેવા સંઘના ખજાનચી અજિત વસાવા એ જન્મ દિને રક્તદાન કર્યું

રાજપીપળા મિતગ્રૂપ ના સદસ્ય અને નર્મદા પત્રકાર સેવા સંઘના ખજાનચી અજિત વસાવા એ જન્મ દિને રક્તદાન કર્યું

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા મિતગ્રૂપ ઘણા સમય થી રક્તદાન અને અન્ય સેવકાર્યો કરતું આવ્યું છે જેમાં આજે મિતગ્રૂપ ના સદસ્ય અને નર્મદા પત્રકાર સેવા સંઘ ના ખજાનચી અજિતભાઈ વસાવા એ આજે તેમનો જન્મ દિવસ પણ એક સેવાકાર્ય કરો ઉજવ્યો, તેમણે આજે જન્મ દિવસ પ્રસંગે સ્વૈચ્છિક રક્તદાન કરી જિલ્લા ના જરૂરીયાતમંદ ને કોરોના મહામારી ના સમય માં લોહી કામ લાગે તેવા શુભ આશય થી રક્તદાન કર્યું હતું.

અજીતભાઈ વસાવા ઘણા વર્ષોથી મીત ગ્રુપ ના માધ્યમથી જરૂરિયાતમંદોને રક્તદાન કરી એમની જીંદગી બચાવવામા મદદરૂપ થતા આવ્યા છે.અને આજે વધુ એક વખત રક્તદાન કરી તેમણે અન્યો ને પ્રેરણા આપી હતી.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..