Back

કાલોલ મલાવ નીલગીરીના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી કટીંગ કરતી વખતે પોલીસ ત્રાટકી.૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે

પંચમહાલ કાલોલ

રિપોર્ટર.સાજીદ વાઘેલા

પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શક સુચનોને આધારે જિલ્લામાં ફેલાયેલી દારૂની બદીને ડામવા માટેના આદેશને પગલે કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.એ.પરમાર સાથે પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે  બાતમી વાળી જગ્યાએ સોમવારે મોડી રાત્રે મલાવ ગામે ભીખાપુરા ફળિયા નીલગીરીના ખેતરમાં  ગાડી ઉભી રાખી ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી કટીંગ કરતાં આરોપી મફતભાઈ સબુરભાઇ પરમાર તથા બાબુ ઉર્ફે કાળીયો બંને રહે. મલાવ તથા રગીતસિંહ છત્રસિંહ રાઠોડ રહે.મલાવ ફતેપુરી તેમજ જશપાલસિંહ ઉર્ફે સોમો બળવંત સિંહ સોલંકી રહે તરવડા તા.કાલોલ ગાડીના લાઈટનુ અજવાળું જોઈને આ આરોપી નીલગરીના ખેતરમાં ભાગી છૂટયા બાદ રાત્રીના સુમારે પોલીસે નીલગરી ના ખેતરમાં પીછો કરતા અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતો અને ઘટનાસ્થળે ફોર વ્હીલ ગાડી નં.જીજે ૨૦ એ ૭૭૫૯ ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ૧,૬૧,૪૦૦ ભારતીય બનાવટોનો વિદેશી દારૂનો વિવિધ બ્રાન્ડ નો જથ્થો તેમજ સફેદ કલરની એક હુન્ડાઇ આઇ-૨૦ ફોર વ્હીલ જેની કિંમત ત્રણ લાખ મળી કુલ રૂ.૪,૬૧,૪૦૦/ નો મુદામાલ કબ્જે કરી પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો નોંધી ફરાર એવા ચાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..