Back

હાલારમાં અપમૃત્યુનો સીલસીલો-વધુ બે મોત

હાલારમાં અપમૃત્યુનો સીલસીલો-વધુ બે મોત



જામનગર



રિપોર્ટર  નયના દવે




જામજોધપુર તાલુકાના જામવાડી ગામના વણકરવાસમાં રહેતા અને મજૂરી કામ કરતા ભરત નાનજી ચાવડા (ઉ.વ.22) નામના યુવાનને દશેક વર્ષથી માનસિક બીમારી હોવાથી આ બીમારીની સારવાર ચાલુ હોવા છતાં તબિયતમાં સુધારો ન થવાથી જિંદગીથી કંટાળીને સોમવારે બપોરના સમયે તેના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકની માતા જાનુબેન દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


બીજો બનાવ, જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસેથી અજાણ્યા વૃદ્ધ બેશુદ્ધ હાલતમાં મળી આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે વિક્રમસિંહ ઝાલા દ્વારા જાણ કરાતા એએસઆઈ યુ.પી. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..