Back

શિનોર પંથકમાં કોરોનાની ગાઈડ લાઈન સાથે 72માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે

શિનોર પંથકમાં કોરોના ની ગાઈડ લાઈન સાથે 72માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે

સમગ્ર દેશમાં આજે 72મા પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી થઈ રહી છે.ત્યારે શિનોર તાલુકા મથકે પણ તાલુકા કક્ષાની પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી શિનોર તાલુકા સેવાસદન ખાતે યોજવામાં આવી હતી. જ્યારે શિનોર તાલુકા પંચાયત ,સાધલી પોલીસ સ્ટેશન અને મનન વિદ્યાલય ખાતે પણ કોરોના ની ગાઈડ લાઈન સાથે 72માં પ્રજાસત્તાક દિવસ ની  ઉજવણી કરવામાં આવી હતી.કોરોના ના કારણે આમંત્રિત મહેમાનો પણ ઓછા હતા.તેમ છતાં ઉત્સાહમાં થોડો પણ ઘટાડો  ન હતો.આ ઉજવણીમાં પોલીસ જવાનો એ પરેડ યોજી લોકોમાં જોશ અને ઉત્સાહ ભર્યો હતો.

તાલુકા સેવાસદન ખાતે 72માં પ્રજાસત્તાક દિવસ ના પર્વ નિમિત્તે શિનોર મામલતદારે ધ્વજ લહેરાવી સલામી આપી હતી.આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર ,નાયબ મામલતદાર સહિત તાલુકા સેવાસદન કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તાલુકા સેવાસદન ખાતે 72માં પ્રજાસત્તાક દિવસ પર્વ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું

રિપોર્ટર...ફૈઝ ખત્રી.શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..