Back

ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીના નોડલ અધિકારીઓ, રાજકીય હોદ્દેદારો સાથે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીએ બેઠક કરી

ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીના નોડલ અધિકારીઓ, રાજકીય હોદ્દેદારો સાથે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીએ બેઠક કરી

ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિવિધ રાજકીય પક્ષોના સહયોગ માટે જિલ્લા કલેકટરનો અનુરોધ

આદર્શ આચારસંહિતાના ચૂસ્ત અમલીકરણની સાથે સોંપાયેલી કામગીરી ક્ષતિ રહિત અને ચિવટપૂર્વક પૂર્ણ થાય તે જોવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહની હિમાયત

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એ.શાહે રાજપીપલા કલેક્ટરાલય ખાતે રાજય ચૂંટણીઆયોગ દ્વારા જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ ના જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે આદર્શ અચારસંહિતાના ચૂસ્ત અમલ સંદર્ભે વિવિધ નોડલ અધિકારીઓ અને વિવિધ રાજકીયપક્ષોના હોદ્દેદારો સાથે તબક્કાવાર બે અલાયદી બેઠકો યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

તદ્અનુસાર, ડી.એ. શાહે ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની કામગીરી માટે નિમાયેલા નોડલ અધિકારીઓને સોંપાયેલી જે તે કામગીરી ક્ષતિ રહિત, ચિવટપૂર્વક, નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને થયેલી કામગીરીથી જિલ્લા ચૂંટણીતંત્રને સમયાંતરે વાકેફ કરવાની હિમાયત કરી છે.

નિવાસી અધિક કલેક્ટર એ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી વિવિધ નોડલ અધિકારીઓની બેઠકમાં MCC અને આચારસંહિતા, પોસ્ટલ બેલેટ પેપર, પ્રચાર અને મિડીયા, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, સ્ટાફ વેલ્ફેર તાલીમ મેનેજમેન્ટ અને સ્વીપ કાર્યક્રમ, મટીરીયલ મેનેજમેન્ટ, EVM મેનેજમેન્ટ, હેલ્પ લાઇન અને ટેલિફોન કંટ્રોલ રૂમ, કોવિડ-૧૯ કામગીરી, ઉમેદવારોના હિસાબોનું મોનિટરીંગ, ચૂંટણી સ્ટાફનું વ્યવસ્થાપન અને ઓબ્ઝર્વેશન માટે નિમાયેલા દરેક નોડલ અધિકારીઓને ફરજ પર આંતરિક રીતે યોગ્ય સુસંકલન સાધવની સાથે ચૂંટણીને લગતી તમામ કામગીરી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને તટસ્થ રીતે વધુ સુદ્રઢતાથી થાય અને રાજ્ય ચૂંટણીઆયોગની માર્ગદર્શિકા મુજબ આદર્શ આચારસંહિતાનું યોગ્ય ચુસ્તપાલન થાય તેની કાળજી રાખવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારી શાહે સૂચના આપી હતી.

ત્યારબાદ બીજા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના હોદ્દેદારોશ્રી કમલેશભાઇ પટેલ, શ્રી જીગ્નેશભાઇ દેશમુખ અને શ્રી કિરણભાઇ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.એ.શાહે તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી ચૂંટણી અન્વયે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમલી બનાવેલ આદર્શ આચારસંહિતાના અમલીકરણ અંગેની જાણકારી સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાની સાથે જ આચારસંહિતા લાગુ થઇ જતી હોય છે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તે અમલી બનતી હોય છે તેમ જણાવી જિલ્લા ચૂંટણી અધિકારી શાહે ઉક્ત ચૂંટણીના વિગતવાર કાર્યક્રમની રૂપરેખા આપવાની સાથે નર્મદા જિલ્લામાં પણ આચારસંહિતાનો અમલ શરૂ થઇ ગયેલ હોવાનું જણાવ્યું હતું

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..