દાહોદ : તાતીયા ભીલની 179મી જન્મ જયતીની ભવ્ય ઉજવણી કરાઈ
રિપોર્ટર. અજય.સાંસી
દાહોદ ના ગોધરારોડ નાકા પર સ્થિત ચન્દ્રશેખર આઝાદની પ્રતિમા પાસે તાતીયા ભીલની 179મી જન્મ જયતીની ભવ્ય ઉજવણી કરાઈ
આજરોજ દાહોદના આદિવાસી પરિવાર દ્વારા દાહોદના ગોધરારોડ ચન્દ્રશેખર આઝાદની સર્કલ પર એકઠા થઇ ચન્દ્રશેખર આઝાદની પ્રતિમા પાસે આદિવાસીયોના રોબિનહુડ ગણાતા તાતીયા ભીલની ફોટો મૂકીને તાતીયા ભીલના ફોટા પર પુષ્પ માળા આદિવાસીયોના આગેવાનો દ્વારા અર્પણ કરીને તાતીયા ભીલ ની 179 જન્મ જયતીની ઉત્સાહ ભેર રીતે જન્મ જયતીની ઉજવણી કરવામાં આવી
આઝાદીની જગના લડવૈયા અને અગ્રેજોના દાત ખતાવનારા તાતીયા ભીલની આજે 179 મી જન્મ જયતી હોય એનાજ ભાગરૂપે આજ રોજ દાહોદ ના આદીવાસી પરિવારના આગેવાનો ગામ જનો દાહોદના ગોધરારોડ નાકા પર આવી ચન્દ્રશેખર આઝાદ સર્કલ પર એકઠા થઇ તાતીયા ભીલની 179 ની જન્મ જ્યંતી ની ઉજવણી કરી તાતીયા ભીલ જે આદિવાસીઓમાં રોબિન હુડ તરીકે પ્રખ્યાત છે જેને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષો ઉલ્લાસ થી તાતીયા ભીલની જન્મ જ્યંતી ઉત્સાહ ભેર રીતે દાહોદ આદિવાસી પરિવાર દ્વારા જન્મ જ્યંતી ઉજવવામાં આવી.જેમા મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા









