Back

મોરબીનો લુંટનો આરોપી જામનગર પાસેથી ઝડપાયો---SOG નુ ડીટેક્શન

મોરબીનો લુંટનો આરોપી જામનગર પાસેથી ઝડપાયો---SOG નુ ડીટેક્શન


જામનગર

રિપોર્ટર નયના દવે




જામનગરના પોલીસ અધિક્ષક શ્રી દીપન ભદ્રન સાહેબની સુચના મુજબ તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.એસ.નિનામાં ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પો.સ.ઈ.આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી ના જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં એસ.ઓ.જી. સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના અરજણભાઇ કોડીયાતર તથા અનીરુધ્ધસિહ ઝાલા તથા ઘનશ્યામભાઇ ડેરવાળીયા ને બાતમી મળેલ કે,


મોરબી જીલ્લાના મોરબી તાલુકા પો.સ્ટે. ના ફસ્ટ ગુ.ર.ન. ૧ ૧૧૮૯૦૦પર૧૦/૨૦૨૧ ઇ.પી.કો કલમ-૩૯૪,૩૪૧,૩૪૨,૧૧૪,૫૦૪,૪૨૭ મુજબ ના ગુનાના કામેના નાસતા ફરતા આરોપી તોષીફ ઉર્ફે નવાબ ઉર્ફે બોદુ સિંકદર પમા રહે-મોરબી વીસી પરા ગુલાબનગર ચાર ગોદામ પાછળ જી.મોરબી વાળાને ધુવાવ ગામની મજીદ પાસેથી બાતમી આધારે પકડી ધોરણસર કાર્યવાહી કરી જામનગર પંચકોષી એ ડીવી. પો.સ્ટે.માં સોપી આપેલ છે.


આ કાર્યવાહી પો.ઇન્સ. શ્રી એસ.એસ.નિનામા તથા પો.સ.ઈ. આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..