Back

સરહદી પચ્છમ વિસ્તારમાં પીવાના પાણીની તંગી નિવારવા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે પાણી પુરવઠા અધિકારીને આપ્યું આવેદનપત્ર

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છગૌતમ બુચિયા દ્વારાસરહદી પચ્છમ વિસ્તારમાં પીવાના પાણીની તંગી નિવારવા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે પાણી પુરવઠા અધિકારીને આપ્યું  આવેદનપત્ર


નામદાર ગુજરાત હાઇકોર્ટના આદેશનું પાલન પણ પાણી પુરવઠા તંત્ર કરતું નથી.!!


 કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રદેશ મહામંત્રી આદમભાઈ ચાકી,પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રસીદ સમા, તાલુકા પંચાયત ભુજ  જુમાભાઈ સમા, ઘનશ્યામસિંહ ભાટી, રમેશ ગરવા,લખુભા સોઢા, ખેતુભા જાડેજા, એચ.એસ આહીર, વગેરેના પ્રતિનિધિમંડળે રતડીયા (ખાવડા) તાલુકો ભુજ જુથ ગ્રામ પંચાયત હેઠળના ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવા વર્ષ ૨૦૧૬,૧૭ માં ડી.એમ.એફ પ્રોગ્રામ હેઠળ એક લાખ લીટરની ક્ષમતા વાળો અંડર ગ્રાઉન્ડ ટાંકો બની ગયેલ હોવા છતાં રાજકીય કિન્નાખોરી દાખવીને પાણી પુરવઠા બોર્ડના ચોક્કસ અધિકારીઓની ભેદભાવ  ભરી પ્રવૃત્તિ કરી રહેલ છે તે લોકો સામે કડક કાર્યવાહી કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટ ના તારીખ ૩૦-૪-૧૯ માં રજૂ થયેલ અહેવાલમાં ૫૦૦ એમ.એલ.ડી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેમાં ૪૫૦એમ.એલ.ડી ની જરૂર છે તો આ સરહદી ગામોમાં પાણીની વ્યવસ્થા થશે તેવી કોર્ટને ખાતરી આપી હતી તે બાબતે ચીફજસ્ટિસ વિક્રમનાથ અને એન.કે. શાસ્ત્રી દ્વારા હુકમ થયેલ તેનું અમલ પણ થતું નથી જે બાબતે અધિક્ષક પાણી પુરવઠા કચ્છ જિલ્લાને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું અને જણાવાયું હતું કે રતડીયા (ખાવડા) તાલુકો ભુજની પંચાયત હેઠળ ગામો મોટી રોહાતળ,નાની રોહાતળ, સીમરી,નાના પૈયા વગેરે ગામોમાં પાણી પુરવઠો મળે તે હેતુ રતડિયા ગ્રામ પંચાયત દ્વારા ૮.૧૦.'૧૮, ૨૭.૭.'૧૮, ૫.૯.'૧૮, ૧૫.૧૦.૧૮, ૧૬.૧૨.'૧૮, અને ૧૬.૧૨.'૧૯ વાળા પત્રોથી સંબંધીત તંત્રોની વિગતવાર રજૂઆતો તાલુકા પંચાયત વિપક્ષી નેતા જુમાજી અલીમામદ સમા દ્વારા પણ અનેક વખત પત્રોદ્વારા લેખિત  રજૂઆતો કરાઈ છે  જનપ્રતિનિધિઓને દ્વારા રજૂઆતો કરવા છતાં રાજકીય કિન્નાખોરી તથા અધિકારીઓની સાંઠગાંઠથી આજદિન સુધી આ ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો નથી જે દુઃખ બાબત ગણાવી હતી.પચ્છમ પશ્ચિમ વિસ્તાર હંમેશા પીવાના પાણીની વિકટ તંગી ભોગવી રહેલ છે જે રાજકીય કિન્નાખોર તથા ભ્રષ્ટ કર્મચારીઓ ની લાપરવાહી અને બેદરકારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી પાણીની લાઈન તથા વિદ્યુત બોર્ડ નું મીટર નું જોડાણ પણ આપી દેવાયું છે પાણીની મોટર પણ ઉપલબ્ધ છે છતાં દોઢ વર્ષથી સરકારની આટલી મોટી ગ્રાન્ટની ફાળવણી છતાં આ ગામોમાં ન મળે કેટલી હદે વ્યાજ ગણી શકાય..? આ પચ્છમ વિસ્તારની રતડિયા ગ્રામ પંચાયતમાં પીવાના પાણીની તંગી સંબંધે જિલ્લાનું પાણી પુરવઠા તંત્ર તથા નાયબ કાર્યપાલક ઇજનેર રામાનુજ જવાબદાર છે તેઓ રાજકીય ઈશારે ભાજપના નેતાઓની પીઠડ માં ચોક્કસ પક્ષને ચોક્કસ સમુદાયને લક્ષ આવી રહ્યા છે તેઓની સતત ફરિયાદો છે કડક પગલાં ભરવા પણ માંગ કરાઇ છે,

ભુજ તાલુકાના રોહાતર પંચાયતના ગામોમાં પીવાના પાણીની તંગી માટે પાણી પુરવઠાનું ટેન્કર કૌભાંડ જવાબદાર છે લાખો રૂપિયાના ભૂતિયા ટેન્કરો નામે સરકારમાંથી સુધારીને પૈસા ઓડી જવાનું ષડયંત્ર ચાલી રહેલ છે જેના મુખ્ય સૂત્રધાર રામાનુજ હોવાનું સ્પષ્ટ જણાવાયુ છે જેની ઝીણવટ ભરી તપાસ થવી જોઇએ ત્યારે કોંગ્રેસ પાસે તેની સત્તાવાર માહિતી અનુસાર ગામમાં એક પણ ટેન્કર ફાળવેલ નથી તેથી તેવા ગામોમાં ટેન્કરોના મોટી રકમોના બિલો ઉધારેલ છે ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી, વિચિત્ર બાબત એ છે કે ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ ભુજના કાર્યપાલક ઇજનેરના પત્ર પીબી/વીઆઇપી/૨૯૨૫ તા.૩.૯.૨૦મા જણાવ્યા મુજબ રતડિયા કથા તેના પરાઓને પાઈપ લાઈન વડે પાણી આપવા ડીએમએફ પ્રોગ્રામ વર્ષ ૧૬,૧૭ હેઠળ નું આયોજન અને ૧૫.૭.૨૦૨૦ થી ૨૦.૭.૨૦૨૦ સુધી વીજ પુરવઠો ચાલુ કરેલ નથી જેથી પાણીની તંગી સર્જાય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે પીજીવીસીએલ ના માહિતી/૨૧/૮૦ તા.૧૯.૧

૨૦૨૧ વાળા પત્ર થી રતડિયા જુથ ગ્રામ પંચાયતના પેટા ગામ પૈયા ખાતે પાણી પુરવઠા વીજ કનેક્શન ૨૯.૧૧.૧૯ ચાલુ કરેલ છે જે આ બે વિભાગોની વચ્ચે જોધાભા સાબિત થાય છે જેથી આ બાબતે પાણી પુરવઠાના જવાબદારો સામે બેદરકારી અને ગેરમાર્ગે દોરી વંચિત રાખવામાં આવેલ છે આ બાબતે ક્યારેય પગલાં લેવાશે કેવા ચાબખા માર્યા હતા... શું છે આમ વિગતવાર આવેદનપત્ર ગુજરાત વિધાનસભા વિપક્ષી નેતા, અધિકારી કલેકટર કચ્છ ને આવેદનપત્ર પાઠવી ગામ રાતડીયા જૂથ હેઠળના ગામોમાં પીવાના પાણીની તંગી અને તંગી ઊભી કરનાર અધિકારીઓ સામે કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે આપ યોગ્ય કરશો અન્યથા કોંગ્રેસ પ્રતિનિધિમંડળને નાછૂટકે લડત ચલાવી પડશે અને આપની કચેરીને ઘેરાવ કરવાની ફરજ પડશે કોર્ટમાં જવાની ચીમકી પણ આપવામાં આવી છે તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા દિપક ડાંગરની યાદીમાં જણાવાયું હતું

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..