Back

તિલકવાડા નગરમાં ૭૨ માં પ્રજાસત્તાક દિવસની તાલુકા લેવલે ઉજવણી કરવામાં આવી

તિલકવાડા નગરમાં ૭૨ માં પ્રજાસત્તાક દિવસની તાલુકા લેવલે ઉજવણી કરવામાં આવી

વસીમ મેમણ તિલકવાડાં

 આજરોજ ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તિલકવાડા નગરની કે એમ શાહ હાઇસ્કુલ ના મેદાન ખાતે 26 મી જાન્યુઆરી 72 માં પ્રજાસત્તાક દિવસની તાલુકા લેવલે ઉજવણી કરવામાં આવી  તિલકવાડા મામલતદાર આર જે ચૌહાણ ના વરદ હસ્તે  ધ્વજારોહણ  કરવામાં આવ્યું કોરોના સંક્રમણ ની સ્થિતિને ધ્યાનમાં રાખી સરકારની માર્ગદર્શિકા અનુસાર ઓછી માત્રામાં મહેમાન ઘણ ઉપસ્થિત  રહીને ધ્વજારોહણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો સવારના 9:00 કલાકે તિલકવાડા  મામલતદાર આર.જે ચૌહાણ ના  વરદ હસ્તે ધ્વજા રોહણ કરી સલામી આપવામાં આવી ત્યારબાદ મામલતદાર  આર જે ચૌહાણ દ્વારા સંબોધન કરવામાં આવ્યું આ શુભ પ્રસંગે તિલકવાડા તાલુકાના અધિકારીઓ પોલીસ કર્મીઓ તેમજ દરેક પાર્ટીના કાર્યકર્તાઓ અને તિલકવાડા તાલુકાના આગેવાનો તેમજ મહાનુભવો ઉપસ્થિત રહ્યા


 તે ઉપરાંત તિલકવાડાંનગરના વિવિધ  વિસ્તારોમાં 26 મી જાન્યુઆરી ૭૨ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી 

   જેમાં મામલતદાર કચેરી ખાતે  પ્રકાશભાઈ નાવી ના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું


   તિલકવાડા તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી આર આર બરજોડે ના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું


  તિલકવાડા ગ્રામ પંચાયત માં સરપંચ અરૂણભાઇ તડવી ના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું


 તિલકવાડા પોલીસ સ્ટેશન માં પી.એસ.આઇ એમ બી વસાવા ના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યું

તિલકવાડા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..