Back

રાજપીપળા : પાણી ની સમસ્યા ની રજુઆત કરવા ગયેલાં રહીશો શાથે પુર્વ પાલિકા પ્રમુખ સાથે ચકમક નો વીડીઓ વાયરલ

રાજપીપળા ભાટવાડા વિસ્તાર મા પાણી ની સમસ્યા ની રજુઆત કરવા ગયેલાં રહીશો શાથે પુર્વ પાલિકા પ્રમુખ જીગીષાબેન સાથે ચકમક નો વીડીઓ વાયરલ

ભાટવાડા ના 60-70 ઘરો મા અપુરતા પાણી ની ઘણા સમય ની ફરિયાદ નો ઉકેલ ન આવતાં રહીશો વિફર્યા

રાજપીપળા : જુનેદ ખત્રી

ચૂટણી ની જાહેરાત થતાંજ ચુંટણી લક્ષી બનાવો ની પણ હવે શરુઆત થઈ ચુકી છે, લોકો મા રાજપીપળા નગરપાલિકા ના સત્તાધીશો સામે પાંચ વર્ષ થી ધગધગી રહેલો રોષ હવે ધીમે ધીમે બાહર આવી રહ્યો છે.

તા.26/01/21 ના રાજપીપળા ભાટવાડા વિસ્તાર મા પાણી ની સમસ્યા ને લઈ ને પુર્વ પાલિકા પ્રમુખ જીગીષાબેન ના નિવાસ સ્થાને રહીશો આ બાબતે રજુઆત કરવા પહોંચ્યા હતા. રહીશો એ છેલ્લાં 15 દિવસ થી પાણી ની સમસ્યા ઠેર ની ઠેર છે અને તે ક્યારે હલ થશે ની પૃચ્છા કરતાં ભારે શોર બકોર વચ્ચે સામ સામે આક્ષેપો નો મારો ચાલ્યો હતો. આ સમગ્ર ઘટનાનો કોઈ એ વિડીયો શુટ કરી વાયરલ કરી દેતાં નગરજનો મા આ વિડીયો બાબતે ભારે ચર્ચા જામી હતી

નગરપાલિકા ની ચુંટણી માથે હોઈ ને એક બિજા ના રાજકીય વિરોધીઓ હવે મેદાને પડ્યા છે. અને પાછલાં પાંચ વર્ષો મા ચુંટાયેલા સભ્યો અને હોદ્દેદારો એ પ્રજા માટે વોર્ડ ના વિકાસ મા કેટલું ધોળકુ ધોળ્યુ છે તેનો હિસાબ હવે પ્રજા કરશે એ નક્કી છે. આજ ની ઘટના ને જોતાં અન્ય વિસ્તારો મા પણ પડઘા પડે તેવી હાલ સંભાવના સેવાઈ રહી છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..