Back

દામનગર શહેર માં યોગાસન તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું.

ગાંઘીનગર દ્રારા ગુજરાત રાજય યોગ બોર્ડના સહયોગથી લાઠી તાલુકાના દામનગરમાં 15 વર્ષથી ઉપરનાં વય સુધીના યુવક-યુવતીઓ માટે તા 23-01-2021 થી યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબીર પ્રતિદીન સવારે શરૂ થાય છે .આ શિબીરમાં જોડાવાથી યોગ બોર્ડ તરફથી યોગ તાલીમ તથા પ્રમાણપત્ર મેળવીને આપ યોગ ટ્રેનર (શિક્ષક) તરીકે ગુજરાત રાજય યોગ બોર્ડના નિયમ અનુસાર આપ નિયમિત માત્ર દરરોજનો એક કલાકનો સમય આપી આપને પણ બોર્ડ તરફથી માનદ વેતન આપવામાં આવશે.આ નિ:શુલ્ક યોગ શિબીરમાં જોડવા માટે યોગ કોચ જયદિપ ચૌહાણ (મો.9723556679)નો સંપર્ક કરી શકશો.કરો યોગ,રહો નિરોગ.

રિપોર્ટર વિમલ ઠાકર દામનગર.

લાઠી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..