Back

મોરબી:પી.જી.પટેલ કોલેજના આચાયૅની સૌરાષ્ટ્ર યુનિ.ના એકાઉન્ટસી બોડૅમાં અધર ધેન ચેરમેન તરીકે નિમણુંક

ડો.રવીન્દ્ર જે. ભટ્ટ કે જે છેલ્લા ૧૭ વર્ષોથી પી.જી.પટેલ કોલેજના આચાર્ય તરીકે સેવા આપે છે, તથા સંસ્થાના વિધાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરે છે તેની નિમણુંક આજરોજ સૌરાષ્ટ્ર યુનિવૅસિટીનાં એકાઉન્ટસી બોડૅમાં અધર ધેન ચેરમેન તરીકે થયેલ છે.

તારીખ ૨૩.૦૨.૨૦૨૧ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવૅસિટી ખાતે એકાઉન્ટસી બોડૅની ચેરમેનની ચુંટણી યોજવામાં આવેલ, જેમાં રાજકોટ ભાલોડીયા કોલેજના પ્રા.ડો.રમેશભાઈ ડાંગર વિજેતા જાહેર થયા, જયારે અધર ઘેન ચેરમેન તરીકે મોરબીની પી.જી. પટેલ કોલેજના આચાર્ય ડો. રવીન્દ્ર જે. ભટ્ટની નિમણુંક થયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાની ટમૅમાં પણ ડો.રવીન્દ્ર જે.ભટ્ટની અધર ધન ચેરમેન તરીકે નિમણુંક થયેલ, ત્યારે ફરી એક વખત એ જ જવાબદારી સ્વિકારતા હર્ષે અને ગૌરવની લાગણી અનુભવે છે.

અનેકવિધ સેવાકીય પ્રવૃતી સાથે સંકળાયેલા આચાર્યે ડો. રવીન્દ્ર ભટ્ટ ગયા વર્ષે લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગમાં પ્રમુખ તરીકે સેવા આપેલ, ઉપરાંત મોરબી યુવા જ્ઞાનોત્સવમાં સક્રિય કાયૅકર, રકતદાન કેમ્પ,પર્યાવરણ સંરક્ષણ, ગરીબ વંચિત ર્દદીઓ ને સહાય, ગંગાસ્વરૂપ સહાય, આદીવાસી બાળકો ને નિઃશુલ્ક શિક્ષણ, ઈન્ડીયન આર્મીના જવાનો સાથે દિવાળીની ઉજવણી જેવા અનેક દેશદાઝથી ભરેલા કાયૉ ભૂતકાળમાં હાથ ધરેલા છે.

આ તકે ગુજરાત ઉત્કર્ષે ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પી.જી. પટેલ કોલેજ સંસ્થાના પ્રમુખ  દેવકરભાઈ આદ્રોજા તથા મેનેજીંગ ડિરેકટર  જતિનભાઈ આદ્રોજા તથા સમગ્ર પી.જી. પટેલ કોલેજ સ્ટાફએ અભિનંદન પાઠવી હજુ પણ ઉતરોતર પ્રગતીની શુભકામનાઓ પાઠવી છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..