Back

નેત્રંગ ખાતે મતદાન જાગૃતિ અંગે બાઇક રેલી યોજાય.


તાલુકા ની તમામ શાળાઓ ના શિક્ષકો તેમજ ગ્રામજનનો જોડાયાં. 


રિપોર્ટર, નેત્રંગ તાલુકો

પટેલ બ્રિજેશકુમાર બી.

૭૪૯૦૯ ૫૩૯૦૯ 


આગામી સ્થાનિક સ્વરાજ ની સામાન્ય ચુંટણી ૨૦૨૧ ને અનુલક્ષીને રાજય ચુંટણી પંચ તેમજ તાલુકા,જિલ્લા ચુંટણી વિભાગ દ્રારા મતદાન જાગૃતિ અભિયાન અંતગર્ત ભવ્ય બાઇક રેલી નુ આયોજન નેત્રંગ ખાતે આજ રોજ કરવામાં આવ્યું હતું. જેમા તાલુકા ની તમામ શાળાઓ ના શિક્ષકો મિત્રો તેમજ ગ્રામજનનો ઉત્સાહ ભેર આ બાઇક રેલીમાં જોડાયા હતા અને રેલી સફળ બનાવી હતી.


આગામી ૨૮મી ફેબ્રુઆરી ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ ની તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી ૨૦૨૧ ને અનુલક્ષીને ચુંટણી પંચ દ્વારા વધુ મા વધુ મતદાન થાય અને મતદાન ની ટકાવારી વધે તે માટે મતદારો મા મતદાન માટે જાગૃતતા લાવવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

 

જેના જ ભાગરૂપે  ૨૩મી ફેબ્રુઆરી ના રોજ નેત્રંગ ખાતે જિલ્લા શિક્શણાધિકારી ભરૂચ, સ્વીપ નોડલ અધિકારી દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ને લઇને એક ભવ્ય બાઇક રેલીનું આયોજન નેત્રંગ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નેત્રંગ તાલુકા ની તમામ શાળા ઓ ના શિક્ષકો,શિક્ષિકા બેનો, ગ્રામજનનો મોટી સંખ્યામાં બાઇક રેલી મા જોડાયા હતા.


બાઇક રેલી મામલતદાર કચેરી થી નિકળીને ચારરસ્તા,જવાહરબજાર,ગાંધી બજાર,જલારામ ફળિયું,જીનબજાર વિગેરે વિસ્તારમાં ફરી હતી,મતદાન જાગૃતિ ને લઇને અનેક સૂત્રો પોકારી મતદાન અંગે લોકોને જાગૃત કરવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્શણાધિકારી એન,એમ,મહેતા. નેત્રંગ મામલતદાર એલ,આર ચૌધરી હાજર રહયા હતા.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..