Back

હાલોલમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત 173 મતદાન બુથોના EVM મશીનની સિલીંગ કામગીરી હાથ ધરાઈ

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


હાલોલ ખાતે જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આગામી રવિવારે યોજાનાર ચુંટણીઓને લઈને મંગળવારના રોજ હાલોલ વી એમ કોલેજ સંકુલ ખાતે તાલુકા મામલતદાર, નાયબ મામલતદાર તેમજ ટીડીઓ અને અન્ય અધિકારીઓની હાજરીમાં ઈવીએમ મશીનની સિલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મશીનોનું તાલુકા વિસ્તારના બુથ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિતરણ કરવામાં આવનાર હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવેલ હતું.

આગામી રવિવારે ૨૮/૨/૨૧ ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચુંટણી અંતર્ગત હાલોલ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણીઓને લઈને મંગળવારના રોજ હાલોલ શહેરમાં આવેલ વી એમ કોલેજ સંકુલ ખાતે તાલુકા મામલતદાર, નાયબ મામલતદાર, ટીડીઓ તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં શિક્ષકો, મામલતદાર કચેરીના કર્મચારીઓ તેમજ તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ દ્વારા ઈવીએમ મશીનોને સીલબંધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી જ્યારે બુધવારના રોજ તાલુકા વિસ્તારના નિર્ધારિત બુથો પર ચુસ્ત બંદોબસ્ત સાથે પહોંચાડવામાં આવનાર હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવેલ હતું.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..