હાલોલ:-વિપક્ષના નેતા સલીમ સરજોનની રજૂઆતની અસર,પાલિકાતંત્ર દ્વારા આખરે સ્પીડબ્રેકર મૂકાયા.
પંચમહાલ. હાલોલ
રિપોર્ટર. કાદિરદાઢી
હાલોલ નગરના સતત ટ્રાફિકથી ધમધમતો પાવાગઢરોડ છેલ્લા કેટલાય સમયથી આ અકસ્માત ઝોન બની ગયો હતો જેમાં બેફામ માતેલા સાંઢની જેમ દોડતા વાહનોથી કેટલાય અકસ્માતો સર્જાય ની ઘટનાઓ છાશવારે બનતી હતી જેમાં ગત દિવસોમાં એક ડમ્ફરની ચાલકે ચાર વર્ષીય માસુમ બળાંનું મોત થતા આ વિસ્તારના રહીશોમાં ભારે આક્રોશ સાથે રોડ ખાતે સ્પીડ બ્રેકર મુકવાની માંગણી વોર્ડ નંબર ત્રણના સ્થાનિક સદસ્ય અને વિરોધ પક્ષના નેતા સલીમભાઈ પાનવાલા સરજોને પાલિકા તંત્રને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પાવાગઢ રોડ ખાતે સ્પીડ બ્રેકર મુકવાની માંગ કરી હતી અને જો માગણી નહીં સ્વીકારાય તો સ્થાનિકોને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતા તેઓની જીત થતા મંગળવારે પાવાગઢ રોડ ખાતે પાલિકા તંત્ર દ્વારા મોઘાવાળા અને મહંમદ સ્ટીર્ટની ગલીઓના નાકા સહિતના મુખ્ય પર સ્પીડબ્રેકર બનાવવામાં આવતા સ્થાનિકોમાં ખુશી વ્યાપી જવા પામી હતી





