Back

કાલોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર સજ્જ

પંચમહાલ કાલોલ

રિપોર્ટર સાજીદ વાઘેલા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણીલક્ષી તૈયારીઓ ઝડપથી કરવામાં આવી રહી છે. જેમાં આજરોજ કાલોલ નગર પાલીકા કોમ્યુનિટી હોલ ખાતે કોરોના સંક્રમણ અટકાવવા ગ્લવઝ, માસ્ક,સેનેટાઈઝર વિગેરે કીટ તૈયાર કરી મતદાન મથક ઉપર ફરજ બજાવનારા કર્મચારીઓને કોઈપણ જાતની પરેશાનીનો સામનો ન કરવો પડે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોવીડ-૧૯ દિશાનિર્દેશોનું પાલન થાય તે માટે કાલોલ નાયબ મામલતદાર એમ. એસ.ગોહિલ ના દેખરેખ હેઠળ સરકારી કર્મચારીઓ ચૂંટણીલક્ષી કામગીરી કરતા નજરે પડ્યા હતા.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..