Back

નેત્રંગ ટાઉન મા ચોર ટોળકી સકિય.


૭ દિવસ ના સમય ગાળા માં ૧ બાઇક તેમજ 4 બકરા ધોળે દિવસે ચોરી ગયા.


નેત્રંગ ગાંમ મા ચોર ટોળકી સકિય થતા ૭ દિવસ ના સમય ગાળા મા ધોળે દિવસે એક બાઇક સહિત ચાર બકારા ની ચોરી એક જ વિસ્તારમાં થી થતા ટાઉન ની પ્રજા ની ઉંધ હંરામ થઇ ગઇ છે.

તો બીજી તરફ પોલીસ ને સહાયક થાય તે માટે મુકવામાં આવેલ જી,આર,ડી.ના જવાનો મુકપ્રેક્ષક પ્રજા ને લાગી રહયા છે. પોલીસ તંત્ર હાટબજાર મા તેમજ ટાઉન મા જાતે પ્રેટોલીગ કરે તેવુ પ્રજા મા ચચાઁઇ રહ્યુ છે.

નેત્રંગ ગામ મા લાંબા સમય ગાળા બાદ ચોર ટોળકી સકિય થઇ છે ,ત્યારે ટાઉન મા ગાંઘી બજાર વિસ્તારમાં દર મંગળવારે હાટ બજાર ભરાતો હોય છે.જયાં ખરીદી કરવા માટે તાલુકા ની આમ પ્રજા મોટી સંખ્યામાં વાહનો લઇને તેમજ પગપાળા આવે છે.

તા ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ ભરાએલા હાટ બજાર મા તાલુકા ના આંજોલી ગામ ના સકીલભાઈ દલુભાઈ વસાવા પોતાના ની લાલા કલર ની સ્પ્લેન્ડર બાઇક કે જેનો નંબર જીજે ૧૯ એજી ૮૫૭૮ લઇને ખરીદી કરવા માટે આવેલ પોતાની બાઇક ગાંધી બજાર વિસ્તારમાં રોડ સાઇડ પર પાઁકીગ કરી ને ગયો હતો.હાટ બજાર માંથી ધરસામાન ની ખરીદી કરી ને પોતે મુકેલ જગ્યા પર જતા તે જગ્યા પર બાઇક નજરે નહિ પડતા ચારે બાજુ શોધખોળ આરંભી હતી પરંતુ બાઇક નો કોઇ અતોપતો લાગ્યો ન હતો.બાઇક ચોરાઇ ગઇ હોવાનું માલમ પડતા વિલા મોઢે ધરે ગયા હતા.

બીજા બનાવમાં ગાંધી બજાર વિસ્તારમાં રેલ્વે ની જગ્યા મા રહેતા રાહુલભાઈ સંપતભાઈ દંતાણી નો એક બકરો તેમજ બે બકરી તેમજ અન્ય એક ભાઈ ની બકરી મળીને કુલ્લે ચાર બકરા બકરી તા ૨૧ મી ફેબ્રુઆરી ના રોજ ચરવા માટે ગાંધી બજાર વિસ્તારમાં છોડેલા હતા, જે તેના સમયે સાંજ ના પરત નહિ આવતા શોધખોળ કરી હતી.આખરે કોઇ અતોપતો નહિ લાગતા ચોરાયા હોવાની શંકાને લઇને નેત્રંગ પોલીસ મા જાણવા જોગ લેખિત મા રાહુલ દંતાણી એ અરજી આપી છે.

નેત્રંગ ગામ મા સકિય થયેલ ચોર ટોળકી ને પોલીસ દ્રારા ઉગતી દામી દેવામાં આવે તેવી પ્રજાની માંગ ની સાથેસાથે પ્રેટોલીગ ગામ મા શરૂ કરવામાં આવે.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..