Back

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી યુપીએલ કંપની સીએમ પ્લાન્ટ માં સોમવારે મધરાત્રિનાં સમયે બ્લાસ્ટ

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી યુપીએલ કંપની સીએમ પ્લાન્ટ માં સોમવારે મધરાત્રિનાં સમયે બ્લાસ્ટભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી યુપીએલ કંપની સીએમ પ્લાન્ટ માં સોમવારે મધરાત્રિનાં સમયે બ્લાસ્ટ થતાં 20 કીમીના વિસ્તારમાં રહેતાં લોકોએ જાણે ભુકંપનો આંચકો આવ્યો હોય તેવો અનુભવ કર્યો હતો. બ્લાસ્ટ બાદ કંપનીના પ્લાન્ટમાં ભીષણ ફાટી નીકળતાં 23 જેટલાં કામદારો દાઝી જતા સારવાર અર્થે અંકલેશ્વર અને ભરૂચ ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયારે બે કામદારો ના મોત નિપજ્યા હતા આ ઘટના ના પગલે ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશ વસાવા કંપની ખાતે આવી પહોંચી કર્મચારીઓના વાલીઓ ને સાંત્વના પાઠવી હતી જો કે 5 જેટલા કામદારો મીસીંગ થતા શોધખોર શરુ કરી છે 


ઝઘડીયા જીઆઇડીસીમાં યુપીએલ કંપની આવેલી છે. કંપની ના સીએમ પ્લાન્ટ માં સોમવારે રાત્રિના સમયે રાબેતા મુજબ ઉત્પાદનની કાર્યવાહી ચાલી રહી તે વેળા રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં ભયાનક બ્લાસ્ટ ની સાથે આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડ સાથે ફાયટરો દોડી આવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો . બ્લાસ્ટના પગલે જીઆઇડીસીને અડી આવેલાં દધેડા, ફુલવાડી, કપલસાડી સહિતના ગામોમાં આવેલાં મકાનોમાં કાચ તુ્ટયાં હતાં. આ ઉપરાંત બ્લાસ્ટની ધ્રુજારી છેક અંકલેશ્વવર સુધી અનુભવાય હતી. લોકોએ ભુકંપ આવ્યો હોય તેવો અનુભવ કર્યો હતો. બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતાં ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી જોવાયાં હતાં. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેની  ટીમ કંપની ખાતે પહોંચી આગ ઉપર કાબુ મેળવી  બચાવ તથા રાહત કામગીરી હાથ ધરી હતી.


યુપીએલ કંપનીમાં થયેલાં ભયાનક બ્લાસ્ટમાં 23  થી વધારે કામદારો દાઝી જતા તેઓ ને સારવાર અર્થે અંકલેશ્વર અને ભરૂચ ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને કંપની માં કામ કરતા કર્મચારીઓ ના પરિવારજનો પણ કંપની ખાતે દોડી આવ્યા હતા ત્યારે  કંપનીમાં કયાં કારણોસર બ્લાસ્ટ થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો ઝઘડીયા જીઆઇડીસીની આસપાસ આવેલાં ગામના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહયાં છે.ત્યારે આ ઘટના સંદર્ભે ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવા પણ કંપની ખાતે આવી પહોંચી કંપની ના અધિકારીઓ સાથે ઈજાગ્રસ્ત કર્મચારીઓ અંગે નો તાગ મેળવી કંપની ખાતે ઉપસ્થિત કર્મચારીઓ ના પરિવારજનો ને મળી સાંત્વના પાઠવી હતી 


દહેજની યશસ્વી કેમિકલની દુર્ઘટના બાદ જિલ્લામાં વધુ એક મોટી દુર્ઘટના સામે આવતા અધિકારીઓમાં દોડ ધામ મચી હતી, સેફટી એન્ડ હેલ્થ વિભાગ, ઝઘડિયા  મામલતદાર, કલેક્ટર, પોલીસનાં ઉચ્ચ અધિકરીઓએ  કંપની ખાતે પહોંચી જઈ સમગ્ર મામલા અંગેની જાણકારી પ્રાપ્ત કરી આખરે ઘટના કઈ રીતે બની શું માનવ સર્જિત ઘટના છે કે અન્ય કોઈ કારણો તે તમામ દિશામાં તપાસનાં ધમધમાટ શરૂ કર્યા છે.જો કે હજુ પણ 5 જેટલા કામદારો આ ઘટના માં લાપતા હોવાનું જાણવા મળ્યું છે અને  ફાયર ફાઇટરો એ પ્લાન્ટ માં શોધખોર  કરતા  ભરૂચ તાલુકા ના શુકલતીર્થ ના વનરાજસિંહ ડોડીયા અને ઝઘડિયા તાલુકાના અવિધા ગામના નેહલ મહેતા ના મૃતદેહ મળી આવતા પરિવારજનો માં શોક નું વાતાવરણ ફેલાય જવા પામ્યું હતું 


યુપીએલ 5 માં ધડાકો થતા ભરૂચ સુધીના કેટલાય ભાગોમાં ધરા ધ્રુજતા એક સમયે લોકોને ભૂકંપ જેવો અહેસાસ થયો હતો સાથે જ જોરદાર વિસ્ફોટની ગુંજથી લોકોમાં ભયનો માહોલ પણ છવાયો હતો, મોડી રાત્રે બનેલ ઘટનાથી અજાણ લોકોને વહેલી સવારે કંપનીમાં વિસ્ફોટ અંગેથી માહિતગાર થતા રાહતનો શ્વાસ લોકોએ લીધો હતો.ઈરફાન ખત્રી

રાજપારડી

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..