હાલોલ: હોલસેલની દુકાનને તસ્કરોને નિશાન બનાવીને દોઢ લાખની માલમત્તાની ઉંઠાંતરી
પંચમહાલ. હાલોલ
રિપોર્ટર. કાદિરદાઢી
હાલોલ નગરના પાવાગઢ ખાતે ગાયત્રી મંદિર સામે આવેલ પાર્થ ટ્રેડિંગ નામની અનાજ કરીયાણાની હોલસેલ ની દુકાનને રાત્રિના સુમારે તસ્કરોએ નિશાન બનાવી દુકાનમાંથી બે લેપટોપ પાન મસાલાની પડીકીઓ અને સિગારટો મળી ડોઢ લાખ ઉપરાંતની માલમત્તા ઉઠાવી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ નગરના પાવાગઢ રોડ ગાયત્રી મંદિર સામે પાર્થ ટ્રેડિંગ નામની અનાજ કરિયાણાની હોલસેલ ની દુકાન માં રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ દુકાન ની પાછળ આવેલ લોખંડના દરવાજાને કોસ કે કોઈ અન્ય સાધન વડે વાળી દરવાજાની નીચે રહી દુકાનમાં પ્રવેશ કર્યો હતો જમા તસ્કરો દુકાનમાંથી બે લેપટોપ પાન મસાલાની પડીકીઓ અને સિગારેટો મળી કુલ 1,58,675/- રૂપિયાની માલમત્તા ઉઠાવી ફરાર થઈ જતા તાત્કાલિક હાલોલ ટાઉન પોલીસ મથકે જાણ કરાતાં ટાઉન પોલીસે ઘટનાસ્થળે આવી ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી દુકાન માલિક પુત્ર કુંજ સુરેશભાઈ મહેશ્વરી ની ફરિયાદના આધારે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધી તેઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
જ્યારે ચોવીસ કલાક સતત ટ્રાફિકથી ધમધમતા પાવાગઢ રોડ ખાતે મુખ્ય રોડને અડીને આવેલ પાર્થ ટ્રેડિંગ નામની દુકાનમાં ચોરીની ઘટના બનવા પામતાં આસપાસના વિસ્તારમાં ધંધો કરતા તેમજ વસવાટ કરતા લોકોમાં ચોરીની ઘટનાથી ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો


