Back

ગરબાડા તાલુકામાં દાહોદ ભાજપના જિલ્લા સંગઠન પ્રભારી અમિતભાઈ ઠાકર દ્વારા જાહેર સભા સંબોધવામાં આવી

ગરબાડા તાલુકામાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈને નેતાઓ દ્વારા પ્રચાર નો ધમધમાટ પુર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની  ચુંટણીને લઈને તારીખ  ૨૪મી ના રોજ  બપોર ના એક વાગ્યા ના સમયગાળા મા ભાજપના દાહોદ જિલ્લા સંગઠન ના પ્રભારી અમિત ભાઈ ઠાકર દ્વારા ગરબાડા તાલુકામા કુમાર શાળના પટાંગણમાં જાહેરસભા સંબોધવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જિલ્લા સંગઠનના પ્રભારી અમિતભાઈ ઠાકર દ્વારા કોંગ્રેસ પર આંકરા પ્રહારો કર્યાં હતા અને કોંગ્રેસના ધારાસભ્ય પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતાં પણ આજ દિન સુધી વિકાસના કામો દેખાતા નથી  ગ્રાન્ટ નો ઉપયોગ તેઓ પોતાના ખિસ્સા ભરવા કરતા હોય છે અને લાખો કરોડો રૂપિયાના ભ્રસ્ટાચાર કરી રહ્યા છે 

તેમજ જિલ્લા સંગઠન પ્રભારી દ્વારા  સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી તથા મહાનગર પાલિકા ની ચુંટણીઓ મા જેમ ભગવો લહેરાયો છે તે પ્રમાણે દાહોદ જિલ્લામાં પણ તમામ બેઠકો પર ભગવો લહેરાશે તેમ જણાવ્યું હતું 

આ કાર્યક્રમમાં  તાલુકા પંચાયતના  અને જિલ્લા પંચાયત સીટ ના ઉમેદવારો કાર્યકર્તાઓ અને પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સભા પૂર્ણ થયા બાદ મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

ગરબાડા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..