Back

માંડવી શહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ખેલીઓને ઝડપી પાડતી માંડવી પોલીસે.

રિપોર્ટર:- રમેશ મહેશ્વરી દ્વારા

માંડવી કચ્છ :- માંડવી શહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ખેલીઓ ઝડપાયા હતા.

માંડવી શહેરના વાલ્મિકી વાસમાં આવેલા રામદેવપીરના મંદિરની પાછળના રસ્તા પર જાહેરમાં જુગાર રમતા માંડવી પોલીસે ધાડ પાડી હતી.જેમાં જુગાર રમતા આરોપીઓ એવાં.વિજય ધનજી મકવાણા,રમેશ નારાણ સોલંકી,રમેશ વિનોદ વાઘેલા,રાહુલ ગોવિંદ મકવાણા,વિજય જીવણ ચૌહાણ અને સંજય કારૂભાઈ સોલંકીને માંડવી પોલીસે ઝડપી પાડયા હતા.આરોપીઓના કન્જામાંથી રોકડા રૂ,૧૨,૮૦૦.માંડવી પોલીસે કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..