Back

ભેરાઈ ગામે GHCL ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીનીઓને મોબાઇલ ફોન અર્પણ કરાયા

યોગેશ કાનાબાર

રાજુલા


ભેરાઈ ગામે GHCL ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીનીઓને મોબાઇલ ફોન અર્પણ કરાયા


GHCL ફાઉન્ડેશન વિક્ટર તા(રાજુલા) સી.એસ.આર દ્વારા લોક સુખાકારીના કાર્યો કરી રહ્યું છે જેમાં શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત બડી ફોર સ્ટડી સંસ્થાના સંયોજકથી સ્કોલરશીપનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે જેમાં અલગ અલગ  સ્કોલરશીપ પ્રોગ્રામ સાથે વિદ્યાર્થીઓને જોડીને તેઓને સ્કોલરશીપ આપવામાં આવી રહી છે હાલ આશરે ૬૬૦૦ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ સાથે જનજાગૃતિ કાર્યક્રમો કરી કુલ આશરે રુ.૨૬ લાખ જેટલી સ્કોલરશીપનું વિદ્યાર્થીઓને વિવિધ સંસ્થા દ્વારા ચાલતા સ્કોલરશીપ  કાર્યક્રમો સાથે સાંકળી તબક્કા મુજબ સ્કોલરશિપ આપવામાં આવી રહી છે

હાલમાં તા ૨૪/૦૨/૨૧ને બુધવારના રોજ વિવો ઇન્ડિયા ફોનોકેશન પ્રોગ્રામ સ્કોલરશીપ કાર્યક્રમ હેઠળ ઓનલાઇન શિક્ષણ અને દીકરી પઢાવ ઝુંબેશને પ્રોત્સાહન આપવા ભેરાઈ ગામે સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓને વિવો મોબાઇલ ફોન અર્પણ કરવામાં આવ્યા છે આ તકે હાઇસ્કુલ સ્ટાફ પ્રતિનિધિઓ દ્વારા GHCL ફાઉન્ડેશન પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..