Back

આહવામાં જવેલર્સ ની દુકાનમાં સોનાની જડની ચોરી કરતી યુવતીઓ ઝડપાઇ

આહવા માં અંબિકા જવેલર્સ ની દુકાન માં ચણા ની જેમ મોં માં નાખી સોનાની જડ ચોરી કરતા ગોધરા ની મહિલા  રંગે હાથ કેમેરા માં કેદ
          આહવા ના મુખ્ય માર્ગ પર આવેલ અંબિકા જવેલર્સ વિલાશ ભાઈ ની દુકાને બે  યુવતીઓ જે ગોધરા ની હોઈ માલુમ પડે છે જેઓ  સોનુ ખરીદવા ને બહાને આવતા દુકાન માલીક વિલાશ ભાઈ ને નજર ચૂકવી સોનાની જડ જાણે ચણા ની જેમ એક પછી એક મોંઢામાં નાખતા  જે  સંપૂર્ણ ઘટના સી. સી. ટી. માં જોતા આ યુવતી ઓને રંગે હાથ ઝડપી  પોલીસ દ્વારા કસ્ટડી માં ધકેલી આગળની કાર્યવાહી કરવામાં આવી, અન્ય માહિતી અનુસાર આ જ યુવતી ઓ ગોધરા થી  ડાંગ માં મજૂરી અર્થે આવેલ અને અગાવું પણ સોનું ખરીદવા ને બહાને ચોરી કરવા દુકાને આવી હતી દુકાન માલિક તાક રાખી ને ઘણાં દિવસો બાદ આજે ફરી આ યુવતી ઓ રંગેહાથ ઝડપાઇ હતી અને  આહવા પોલિસ દ્વારા કડકાઈ પૂર્વક પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરી.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..