Back

KP2 પ્રોડક્શનસ અને ફેન્ટા સંસ્થા ના સહયોગ દ્વારા આયોજીત ગ્લેમ એન્ડ એલીગન્સ મિસ ઇન્ડિયા સ્પર્ધા માં અમદાવાદ ના નૈનિશા સોની વિજેતા ઘોષિત.

છેલ્લા ઘણા સમય થી યુવાનો આ પ્રકાર ની કોઈ ઇવેન્ટ ની રાહ જોઈ રહ્યા હતા તેવા સમય માં KP2 પ્રોડક્શનસ અમદાવાદ આયોજીત અને ફેન્ટા ના સહયોગ થી એક નેશનલ કક્ષા ની ફેશન ઇવેન્ટ "ગ્લેમ એન્ડ એલીગન્સ" 2021 નું જેઓ ફેશન ઇન્ડસ્ટ્રી માં પોતાનું નામ બનાવવા માંગે છે અને કોઈ સારી ઇવેન્ટ ની રાહ જોઈ રહ્યા હતા તેવા લોકો માટે એક સારી તક અને પ્લેટફોર્મ પૂરું પાડવા ની આશા સાથે આ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.

 


આ ઇવેન્ટ ના મુખ્ય આયોજક KP2  પ્રોડક્શનસ ના કિરણ પંજવાણી હતા જેઓ પણ 2019 માં મિસિસ ઇન્ડિયા રહી ચૂક્યા છે જેમણે આ વિચાર ને જન્મ આપ્યો અને આજે તેમના પાસે ઘણા યુવકો અમે યુવતીઓ મોડલિંગ અને ફેશન ની દુનિયા માં આગળ આવી રહ્યા છે. 

આ ઇવેન્ટ ની મેનેજમેન્ટ ટીમ માં ગુજરાત ના જાણીતા ફેશન ફોટોગ્રાફર અને હાલ માં જ મુંબઈ ખાતે દાદાસાહેબ ફાળકે આઇકોન એવૉર્ડ મેળવનાર બ્લેસ્મોન સેમ્યુઅલ દ્વારા આ પુરી ઇવેન્ટ ની ફોટોગ્રાફી કરવામાં આવી હતી.  અને જેઓ એ આ ઇવેન્ટ માં ફોટોગ્રાફી, ગૃમિંગ અને ફેશન સ્ટાઇલ નું માર્ગદર્શન આપ્યું હતું. 

આ ઇવેન્ટ 15 અને 16 ફેબ્રુવારી 2021 એ ઇન્ટરનેશનલ સેન્ટર ગોવા ખાતે 3 દિવસ ની ગ્રાન્ડ ફિનાલે નું આયોજન કરવામાં આવ્યું હતું. 

 


આ ઇવેન્ટ માં બૉલીવુડ ના જાણીતા ફેશન સ્ટાઈલિસ્ટ અને ફેશન આઇકોન કાયનાત અરોરા ખાસ ઉપસ્થિત રહી ને સ્પર્ધકો ને ગાઈડન્સ આપ્યું હતું અને આ ટાઇટલ ગ્લેમ એન્ડ એલિગન્સ 2021 નું સિલેક્શન કરવામાં આવ્યું હતું.

આ ઇવેન્ટ ને જાણીતી કલાકાર સંસ્થા ફેન્ટા નો પણ સારો સહયોગ રહ્યો છે અને ફેન્ટા સંસ્થા ના યશરાજ સિંહ બાપુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

તાજેતરમાં ગોવામાં યોજાયેલા ગ્લેમ એન્ડ એલીગન્સ મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં મિસ ઇન્ડિયા 2021નો ખિતાબ જીતેલી નૈનીષા સોની અમદાવાદ તેના હોમટાઉનમાં બુધવારે રાત્રે પરત ફરતા અમદાવાદ એરપોર્ટ પર તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. 


 


 અમોલ ડિઝાઇન ઇન્સ્ટ્રીટ્યુટમાં બે વર્ષ ડિઝાઇન નો અભ્યાસ કરનાર નૈનીષા સોની 2018માં તેમનાજ ઇન્સ્ટ્રીટ્યુટમાં રેમ્પવોક કરી મિસ ઈન્ડિયા બનવાના સપના સાથે સતત પ્રયાસ કરી અને ઘણીવાર નિરાશાઓ સોંપડીને પણ તેના પ્રયાસો જારી રાખીને નૈનીષા સોની તાજેતરમાં જ  ગોવામાં યોજાયેલા ગ્લેમ એન્ડ એલીગન્સ મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં મિસ ઇન્ડિયા 2021નો ખિતાબ જીતી ને અમદાવાદ અને ગુજરાત નું ગૌરવ વધાર્યું છે. 

ખિતાબ જીત્યા પછી નૈનીષા સોની અમદાવાદ તેના હોમટાઉનમાં બુધવારે રાત્રે પરત ફર્યા ત્યારે નૈનીષા સોની એ જણાવ્યું હતું કે તેના અલગ અલગ જગ્યાએ અલગ અલગ કોન્ટેસ્ટમાં ભાગ લઈ ઘણીવાર નિરાશાઓ મળી પરંતુ તેને હિંમત હાર્યા વિના અવિરત મહેનત કરતી રહી અને આજે તેણે આ સિધ્ધી હાંસલ કરી છે.

વધુ માં તેમણે કહ્યું હતું કે હું મારા સૌથી નજીકના ટફ કન્ટેસ્ટ પૂજાથી ઇન્સ્પ્યાર થઈને મારી ભુલો સુધારી પછી મને વિશ્વાસ આવ્યો અને મારા પરિવાર ના સપોર્ટ તથા આ કોન્ટેસ્ટ ના આયોજકો ના સહયોગ અને નિર્ણાયકો ના મારા પ્રત્યે ને વિશ્વાસ ને કારણે આજે ગ્લેમ એન્ડ એલીગન્સ મિસ ઇન્ડિયા 2021નો ખિતાબ જીત્યો છે.

આગળ ના સમય માં ફેશન ઇન્ડસ્ટ્રી માં નૈનિશા સોની પોતાના ભવિષ્ય ને બનાવવા માંગે છે અને આ કોન્ટેસ્ટ જીત્યા પછી તેમને મુંબઈ ખાતે ના પ્રસિદ્ધ એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ ની સ્કોલરશીપ પણ મળી છે તો આગળ ના સમય માં તેઓ મુંબઈ ખાતે આ ટ્રેનિંગ લેવા માટે જશે.


આ ઇવેન્ટ માં કોસ્ચ્યુમ ડિઝાઇન રાધા મીરા ક્રિએશન્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને જ્વેલરી પાર્ટનર શાલીભદ્ર જ્વેલર્સ દ્વારા આપવામાં આવ્યું હતું. 

આ ઉપરાંત મિસ્ટર ઇન્ડિયા 2021 તરીકે શાહઝાદ સૈયદ પણ અમદાવાદ ના રહેવાસી છે અને આ સ્પર્ધા માં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. 

આ સ્પર્ધા ના મિસિસ ઇન્ડિયા તરીકે ઓડીસા ના રીટા જાની એ ખિતાબ મેળવ્યો હતો અને રનર અપ તરીકે પૂજા સમનતાની અને મયુરી સોલંકી રહ્યા હતા જ્યારે સુધીર શાહ અને પીનકીન દવે પુરુષો ની કેટેગરી માં રનર અપ રહ્યા હતા. 

આ સ્પર્ધા માં મેકઅપ અને સ્ટાઈલિસ્ટ હિના બ્રાઇડલ સ્ટુડિયો અને એ.ડી.ક્રિએટિવ આર્ટ્સ સ્ટુડિયો એ સેવા આપી હતી.

Darshan Purohit
Ahmedabad
9033339303

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..