Back

ધોરાજીના ૫૫,૬૬૪ મતદાર ૬૨ મથક પર મતદાન કરાશે, ૩૪ મથક સંવેદનશીલ, ૪૦૦નો સ્ટાફ રહેશે

(અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી)

ધોરાજી તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીઓ માટે તંત્રએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે તાલુકાના ૫૫,૬૬૪ મતદાર ૬૨ મતદાન મથકો પર મતદાન કરી સેવકો ચુંટાશે તાલુકા પંચાયતની ૧૬ સીટ અને જિલ્લા પંચાયતની ૨ સીટ માટે ચુંટણી યોજાનાર છે ધોરાજી નાયબ કલેક્ટર જી.વી. મીયાણી, મામલતદાર કે.ટી. જોલાપરાએ જણાવ્યું હતું કે જીલ્લા પંચાયતની ૨ સીટો મોટી મારડ-૨૦ અને સુપેડી-૩૨ તેમજ ધોરાજી તાલુકા પંચાયતની ૧૬ બેઠકની ચુંટણી યોજાશે જેમાં તાલુકા અને જીલ્લા પંચાયત માટે ૨૯,૧૬૩ પુરુષ મતદાર, ૨૬,૫૦૧ સ્ત્રી મતદાર મળી કુલ ૫૫,૬૬૪ મતદાર છે પ્રાંત અધિકારી હેઠળ જીલ્લા પંચાયતની સુપેડી, મોટીમારડ અને જામકંડોરણા તાલુકાની જામકંડોરણા અને દડવી કુલ ૪ જીલ્લા પંચાયત ધોરાજી તાલુકા પંચાયતની ૧૬ બેઠક માટે ૮ બેઠકના ચુંટણી અધિકારી મામલતદાર અને ૮ બેઠક માટે તાલુકા વિકાસ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે, કુલ ૬૨ મતદાન મથક જેમાં ૩૪ સંવેદનશીલ છે ૪૦૦થી વધારે કર્મીઓ વ્યવસ્થા અંતર્ગત જવાબદારી નિભાવશે.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..