Back

ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે મતદાન કરીને પરત ફરી રહેલા એક ઈસમનું રોડ ઉપર પડી જવાથી મોત નિપજ્યું

ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે  મતદાન કરીને પરત ફરી આવતી વેળાએ રસ્તા ઉપર પડી જવાથી ઈજાઓ થતાં પંચાવન વર્ષીય ઈસમનું મોત નિપજ્યું હોવાની ઘટના બની છે.

મળતી માહિતી મુજબ,આજરોજ સવારના અગિયાર વાગ્યા ના સમયે ગરબાડા તાલુકાના પાંચવાડા ગામના ૫૫ વર્ષીય મકનસિંગભાઈ મૂળા ભાઈ કળમી જેઓ સ્થાનિક સ્વરાજ્યની ની ચુંટણીમાં પાંચાવાડા પ્રાથમિક શાળામાં મતદાન કરવા માટે ગયા હતા અને મતદાન કરી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓને આર.સી.સી કોર્નર ની પગે ઠેસ વાગતા તેઓ આર.સી.સી રોડ ઉપર પડી ગયા હતા જેના કારણે તેઓને શરીરે તેમજ માથાના પાછળના ભાગે ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હસ્પિટલમાં  લઈ જતા રસ્તામાં જ મોત નિપજતા મકનસિંહ ભાઈની લાશને ગરબાડા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી આ સંદર્ભે પાંચવાડા ગામના અનિલભાઈ જવસિંગ કલમી એ ગરબાડા પોલીસને જાણ કરતા ગરબાડા પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજમ નોંધ  કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ગરબાડા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..