Back

રાજપીપળા ખાતે EVM સિલ કરાયા : શાંતિપૂર્ણ મતદાન સંપન્ન

રાજપીપળા ખાતે EVM સિલ કરાયા : શાંતિપૂર્ણ મતદાન સંપન્ન

નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત , તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકા મળી કુલ ૧૪૦ બેઠકોની ચૂંટણી સ્પર્ધાના કુલ ૫૦૧ ઉમેદવારોનુ ભાવિ EVM માં સિલ

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લામાં યોજાયેલ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા ની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી મતદાન નો સમય પૂરો થતાં EVM મશીન સિલ કરાયા હતા તેમજ સ્ટ્રોંગરૂમ ખાતે મોકલવામાં આવ્યા હતા

નર્મદા જિલ્લા પંચાયત તેમજ પાંચેય તાલુકા પંચાયત માટે આશરે 70 ટકા જેટલું મતદાન નોંધાયું હતું જ્યારે રાજપીપળા નગરપાલિકા માં આશરે 75 ટકા જેટલું મતદાન નોંધાયું હતું ત્યારે નર્મદા જિલ્લાતમાં કુલ-૧૪૦ બેઠકોની ચૂંટણી સ્પર્ધાના કુલ-૫૦૧ ઉમેદવારોનુ ભાવિ EVM મશીન માં સિલ થયું છે

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..