Back

ડાંગ જિલ્લાની આંતરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડ મતદાન કરી યુવા પેઢી મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગનાં મતદાર જાગૃતિ કાર્યક્રમનાં સ્ટેટ આઇકોન એવા આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડે આજે તેના માદરે વતન એવા ડાંગ જિલ્લાનાં કરાડીઆંબા ગામે બપોરે સપરિવાર સાથે મતદાન કરીને, યુવા મતદારો સહીત સૌ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.

જિલ્લાનાં યુવા મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો

સરિતા ગાયકવાડ સહીત ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમા ખાસ કરીને યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વેળાની ચૂંટણીમાં મરાઠા ક્રિકેટ લીગનો યુવા ક્રિકેટર જીત ગાંગુર્ડે કે જે ડાંગ જિલ્લાના વઘઈનો રહેવાસી છે તેણે પણ બપોરે તેના મતદાન મથકે જઈ મતદાન કર્યું હતુ. તો સુરત ખાતે હીરાના કારખાનામા કામ કરતી 18 વર્ષ અને 6 માસની ઉમર ધરાવતી કોટબા ગામની યુવતી કુ.નિકિતા ગાયકવાડ કે જે પ્રથમ વખત મતદાન કરી રહી છે, તેણી પણ સૂરતથી ખાસ મતદાન કરવા માટે તેના વતન ખાતે આવી પહોંચી હતી. 

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..