Back

ડાંગ જિલ્લામાં પ્રથમવાર મતદાન કરનાર યુવા સહિત ઘરડાંઓમાં પણ મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળ્યો

પ્રથમવાર મતદાન કરનાર યુવા સહિત ઘરડાંઓમાં પણ મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળ્યો

નિકિતા ગાયકવાડ સહીત આજે ડાંગ જિલ્લામા પ્રથમ વખત મતદાન કરતા હોય તેવા યુવા મતદારો  ફૂલજી હિલીમ-19 વર્ષ-કાકશાળા, કુ.ટીના ગામીત-21 વર્ષ અને સંગીતા ગામીત-20 વર્ષ-કાકશાળા, બ્રિજેશ ગામીત, અજય ગામીત અને જીતુ ગામીત ત્રણેય 19 વર્ષના યુવકો-નિશાના, મીનાક્ષી માહલા-24 વર્ષ-ઝરણ, ઉપરાંત 70 વર્ષથી ઉપરની ઉમરના વયસ્ક વડીલો એવા નિશાના ગામના 73 વર્ષીય બબલીબેન દેસાઈ, ખરદાંડી ફળિયાના 70 વર્ષીય ધનીબેન કુંવર, અને માંડ એક મીટરની ઉંચાઈ ધરાવતા ડાંગના અપ્પુરાજા એવા ઝરણ ગામના 19 વર્ષીય યુવક સંજય પાડવીએ પણ ઉત્સાહપૂર્વક તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતુ.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..